આકાશમાં વીજળીના કડાકા થતાં વરરાજાએ વિચિત્ર હરકત કરી,વહુએ લગ્ન કરવાની ના પાડી

0
88

પટણા,તા.૩૦
આકાશમાં વીજળીના કડાકાથી લોકોના મોતના સમાચાર તો તમે કેટલીક વાર સાંભળ્યા હશે પણ આકાશની વીજળીના લીધે કોઈના લગ્ન તૂટી જાય એવો કિસ્સો કદાચ તમે પહેલીવાર સાંભળ્યો હશે અને તે પણ ત્યારે, જ્યારે લગ્નની તમામ વિધિ પૂર્ણ થઈ ગઇ હોય. પોલીસે ૨૯મી જૂનના રોજ જણાવ્યું હતું કે, બિહારના સારણ જિલ્લામાં આવો જ એક અનેરો કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં આકાશમાં વીજળીના કડકા થતા વરરાજાના વિચિત્ર વ્યવહારન જોઇ વહુએ લગ્ન કરવાની ના પાડી દીધી. ત્યારબાદ બન્ને પક્ષોમાં મારામારી શરૂ થઈ ગઈ હતી.
સોનપુર પોલીસ સ્ટેશનના ચિત્રસેનપુર ગામની રેનુ કુમારી (બદલાયલો નામ)એ વરરાજાને એ સમયે લગ્ન કરવાની ના પાડી દીધી હતી જ્યારે બે દિવસ પહેલા વરરાજાએ તેણે જણાવ્યું હતું કે, તેને વીજળીના કડકાથી ડર લાગે છે અને નજીકના ખેતરમાં વીજળી કડકા થતા વિચિત્ર વ્યવહાર કરવા લાગ્યો. આ સાંભળીને વરરાજાના પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા, કરાણકે લગ્નની કેટલીક વિધિઓ પૂરી થઇ ગઇ હતી. તેમણે વિરોધ કર્યો હતો પણ દુલ્હનના પરિવારજનોએ તેમના પર હુમલો કરી દીધો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વીજળીના કડાકા બાદ વરરાજાએ એવો વ્યવહાર કરવા લાગ્યો કે જાણે તે ગભરાઈ ગયો હોય. દુલ્હને બધાની સામે જ તેના આ વિચિત્ર વ્યવહારના લીધે તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર સિદ્ધેશ્વર આઝાદે જણાવ્યું હતું કે, દુલ્હન પક્ષના ત્રણ લોકોની ધરપકડ કરી જેલમાં મોકલી દેવાયા છે. રાજ્યમાં આવો પહેલો કિસ્સો સામે આવ્યો છે. આની પહેલા કેટલીય દુલ્હનોએ અલગ-અલગ કારણોસર લગ્ન કરવાનો ઇનકાર કર્યો છે જેમાં નાની ઉંચાઈ, રૂપાળો ના હોય કે માનસિક રીતે નબળો હોય તેવા વરરાજા સાથે લગ્ન કરવાની ના પાડી હોય.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY