શર્મસાર…વિકસિત ગુજરાતમાં રોજ એક બાળા ઉપર દુષ્કર્મ

0
51

ગાંધીનગર,
તા.૧૫/૦૩/૨૦૧૮

એક વર્ષમાં ૩૫૨૩ કેસ નોંધાયા,૨૦૧૭માં ૪૪ બાળકોની હત્યા

૪૯૩ છોકરીઓ ઉપર રેપ,૨૫૧૪ના અપહરણ,૩૯૬ બાળવિવાહ

રાજયમાં દિવસેને દિવસે ક્રાઇમ રેટ આગળ વધતો જાય છે. આંકડા જાણીને તમે ચોંકી જશો પણ ગુજરાત પોલીસ મુજબ રાજયમાં દરરોજ એક બાળા સાથે દુષ્કર્મ થાય છે, ૪ બાળકીઓનું અપહરણ થાય છે અને દર ૯મા દિવસે એકની હત્યા થાય છે. માત્ર ૨૦૧૭માં જ ૩૫૨૩ બાળકો ક્રાઇમનો ભોગ બન્યા.

પોલીસે આપેલા ડેટા મુજબ વર્ષ ૨૦૧૭માં રાજયમાં ૧૮ વર્ષથી નાના ૪૪ બાળકોની હત્યા થઇ હતી, ૪૯૩ છોકરીઓનો રેપ થયો હતો અને ૨૫૧૪ના અપહરણ થયું હતું જયારે ૬૬ તેમના માતા-પિતાએ તરછોડી મૂકી હતી. ઉપરાંત રાજયમાં ૩૯૬ બાળ વિવાહના કેસ અને અન્ય ગુનાઓ નોંધાયા હતા. આવા ક્રાઇમમાં અમદાવાદ સૌથી આગળ છે. ગત વર્ષે નોંધાયેલા ૩૫૨૩ કેસમાંથી ૫૩૮ તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા હતા.

બાળકોની સુરક્ષા અને હક્ક માટે કામ કરતી ચાઇલ્ડલાઇન એનજીઓના ડાયરેકટર આનંદીબેન પટેલે કહ્યું કે, ‘આપણા બાળકોને રક્ષણ પુરું પાડવાની જરૂર છે. અપહરણ અને ટ્રાફિકિંગ જેવા ગુનાઓ સામે લડવા માટે એકશન લેવાની જરૂર છે.’ એકસપટ્‌ર્સ અને પોલીસનું માનવું છે કે આવા ગુનાઓમાં માતા-પિતા મહત્વનો રોલ ભજવતા હોય છે. પટેલે કહ્યું કે, ‘૮૦ ટકા માતા-પિતા જીંદગીના અસલ ઇસ્યૂ પર વાત કરવાની જગ્યાએ બાળકોના ભણતર પર વધુ ફોકસ કરતા હોય છે. બાળક પરિપકવ થાય અને તેના હોર્મોન ચેન્જ થાય ત્યારે તેમના પર ખાસ ધ્યાન આપવું જાઇએ. બાળકોને સેકસ્યુઅલ એડવાન્સસ અને સેકસ્યુઅલ હેરેસમેન્ટને કઇ રીતે હેન્ડલ કરવું તે શીખવવું જાઇએ.

ડીજીપી આશીષ ભાટિયાએ કહ્યું કે, ‘લાપતા બાળકોને શોધવા માટે દર વર્ષે બે પ્રોજેકટ હાથ ધરીએ છીએ. જાન્યુઆરીમાં ‘ઓપરેશન મુસ્કાન’ હાથ ધરવામાં આવે છે અને જુલાઇમાં ‘ઓપરેશન સ્માઇલ’ હાથ ધરવામાં આવે છે. છેલ્લા ૬ મહિનામાં પાડોશી રાજયોમાંથી ૧૬ બાળકોને પરત લાવવામાં સફળતા મળી છે.’

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY