વૃદ્ધા પેસન્જરને હાર્ટ એટેક આવતા ઈન્ડગો વિમાનનું ઈમરજન્સી લેંડિંગ

0
69

મુંબઈ,તા.૮
મુંબઈથી ચંદીગઢ જઈ રહેલા ઈન્ડગો એરલાઈન્સના એક વિમાનને ઈમરજન્સીના કારણે રાજસ્થાનમાં જયપુરના સાંગાનેર એરપોર્ટ પર ઉતારવામાં આવ્યુ. વિમાનમાં સવાર એક વૃદ્ધાને હાર્ટ એટેક આવ્યો, જેના કારણે વિમાનને લેંડિંગ કરવુ પડ્યુ. વૃદ્ધ મહિલાને ઉતાર્યા બાદ વિમાને ફરી ઉડાણ ભરી. સાંગાનેર આંતરરાષ્ટÙીય એરપોર્ટના નિદેશક જે. એસ. બલહારાએ જણાવ્યું કે ઈન્ડગો એરલાઈન્સના વિમાન ૬ ઈ ૪૯૫ના કેપ્ટને એર ટ્રાફિક કંટ્રોલને મેડિકલ ઈમરજન્સી વિશે માહિતી આપી જે બાદ વિમાનને ઉતારી દેવાયુ. વિમાનમાં સવાર એક વૃદ્ધા સીતાલક્ષ્મી મેનનને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને એરપોર્ટની પાસે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. મુંબઈથી આવનાર વિમાને અમુક સમય બાદ ચંદીગઢ માટે ઉડાણ ભરી. વૃદ્ધ મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY