વિપક્ષ કૂદાકૂદ કરવાનું બંધ કરે,૨૦૧૯માં પીએમ પદ માટે વેકેન્સી નથી : રામવિલાસ પાસવાન

0
88

ન્યુ દિલ્હી,
તા.૧૦/૪/૨૦૧૮

લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને વિપક્ષી દળો પર કટાક્ષ કરતા કહ્યું કે, તેમને કુદાકુદ કરવાનું બધ કરી દેવું જાઇએ કેમકે ૨૦૧૯માં વડાપ્રધાન પદ માટે વેકેન્સી નથી. ચંપારણ સત્યાગ્રહ શતાબ્દી વર્ષના સમાપન સમારોહનો સંબોધિત કરતા પાસવાને કહ્યું કે, વિપક્ષી દળો દ્વારા બિનભાજપીય મોર્ચો બનાવવાની કોશિશ વ્યર્થ છે, કેમકે ૨૦૧૯માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે.

વળી, બીજીબાજુ જાતીય અનામતના મુદ્દે બોલતા પાસવાને કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓ આ વાતને લઇને ભ્રમ ફેલાવી રહી છે કે નરેન્દ્ર મોદી સરકાર દેશમાં અનામત વ્યવસ્થાને ખતમ કરવા ઇચ્છે છે. પાસવાને કહ્યું કે, અનામત તેમનો જન્મ સિદ્ધ અધિકારી છે અને તે આગળ પણ ચાલું જ રહેશે.

બિહારમાં તાજેતરમાં જ થયેલી સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ પર બોલતા પાસવાને આરજેડી પર હુમલો કર્યો અને કહ્યું કે, નીતિશ કુમારે મહાગઠબંધનનો સાથ છોડીને ભાજપની સાથે રાજ્યમાં સરકાર બનાવી લીધી, આનાથી નારાજ મહાગઠબંધનના લોકો રાજ્યમાં સાંપ્રદાયિક તોફાનો કરાવી રહ્યાં છે.

ભાજપનો બચાવ કરતાં પાસવાને કહ્યું કે, જ્યારે બિહારમાં ૨૦૦૫ થી લઇને ૨૦૧૩ ની વચ્ચે જદયુ અને ભાજપની સરકાર હતી, ત્યારે અંતના સમયે પ્રદેશમાં એકપણ તોફાન કેમ ના થયું? તેમને કહ્યું કે, બિહારમાં થઇ રહેલી સાંપ્રદાયિક હિંસા પાછળ ભાજપને હાથ હોવાની વાત તદ્દન ખોટી છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આરજેડી અને મહાગઠબંધનના નેતા બિહારમાં સાંપ્રદાયિક તનાવ પેદા કરીને દ્ગડ્ઢછ સરકારની ઇમેજ ખરાબ કરવાની કોશિશ કરી રહી છે. પાસવાને જે સમયે આ વાત બોલી રહ્યાં હતા તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંચ પણ હાજર હતાં.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY