વોટ્સએપના ડિજિટલ પેમેન્ટ ફીચરનું ભારતમાં પરીક્ષણ

0
164

વોટ્સઍપના જે ડિજિટલ પેમેન્ટની પ્રતીક્ષા કરવામા આવી રહી હતી તેનું પરીક્ષણ તેણે ભારતમાં શરૂ કરી દીધું છે. વોટ્સઍપના આ ફીચરથી દેશમાં ડિજિટલ પેમેન્ટ્સને સારું ઍવું પ્રોત્સાહન મળશે. દેશમાં મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા મેસેજિંગ ઍપ વોટ્સઍપ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેશ (યુપીઆઇ) આધારીત પોતાના પેમેન્ટ પ્લેટ ફોર્મને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ બેંક, ઍચડીઍફસી અને ઓફિસ બેંકની સાથે જોડવાની તૈયારી કરી રહ્યું છે.
જોકે, હજુ સુધી ફેસબુક તરફથી કશું જણાવવામાં આવ્યું નહી. ઍ સ્થિતિમાં ટેક ફ્રેચ વેબસાઇટે જણાવ્યા મુજબ જ્યારે ફેસબુક આ ફીચરને લાઇવ કરશે તો તેની જાણકારી આપશે. પ્રાપ્ત જાણકારી મુજબ ગત વર્ષે જુલાઇ માસમાં જ ફેસબુકને ભારત સરકાર તરફથી પોતાના ઍપને યુપીઆઇ સાથે જોડવાની અનુમતિ મળી ગઇ હતી.
મીડિયાના અહેવાલોમાં જણાવ્યા મુજબ આ ફીચર ફેબ્રુઆરીના અંત સુધીમાં ઉપભોક્તા માટે લાઇવ થઇ શકે છે. હજુ તેની સુરક્ષા અંગે કામ આવી રહ્યું છે. હાલમાં ઇન્ટિગ્રેશન પ્રોસેસમાં સુરક્ષા સંબંધી ચકાસણી બાદ લાઇવ થતા પહેલા અંતિમ તબક્કામાં પસંદગીના ઉપભોક્તાઓ વચ્ચે પ્રોડક્ટનું પરીક્ષણ થશે.
આ પ્રોડક્ટના લોન્ચ બાદ ફેસબુક ગૂગલ સહિત બીજા વૈશ્વિક દિગ્ગજોની હરોળમાં સામેલ થઇ જશે. જેઓ બેંકો સાથે સીધે સીધી ત્વરીત નાણા ચૂકવણી સુવિધા લાવી રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY