યાર્નના વેપારી સાથે પાંચ વેપારી અને બે દલાલની રૂ. ૨.૭૯ કરોડની ઠગાઈ

0
92

ઝાંપાબજાર સુપર યાર્ન માર્કેટમાં ઓફિસ ધરાવતા ન્યુ સીટીલાઈટના યાર્નના વેપારી પાસેથી ભાઈઓની બે જોડી સહિત પાંચ વેપારીએ બે દલાલ મારફતે કુલ રૂ. ૨.૭૯ કરોડનું યાર્ન ખરીદી પેમેન્ટ નહીં કરતા ભોગ બનનાર વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપીંડીની ત્રણ ફરિયાદ નોંધાવી છે. ન્યુ સીટીલાઈટ આમ્રપાલી બંગ્લોઝમાં રહેતા ૫૦ વર્ષિય તર્પણભાઈ જગદીશભાઈ ગાંધી ઝાંપાબજાર સુપર યાર્ન માર્કેટના ગ્રાઉન્ડ ફલોર ઉપર ઓફિસમાં યાર્નનો વેપાર કરે છે. રીંગરોડ ઋષભ પેટ્રોલ પંપ પાસે આવેલા ટ્રેડ હાઉસની દુકાન નં. ૪૦૩૪ માં એસકેએબી ટ્રેડીંગ કંપનીના નામે વેપાર કરતા શાંતારામ બનારામ કીરડોલીયાએ તા. ૨૧ એપ્રિલ, ૨૦૧૫ થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૫ દરમિયાન તર્પણભાઈ પાસેથી કુલ રૂ. ૨,૫૪,૧૭,૨૬૯ ની મત્તાના યાર્નની ખરીદી કરી હતી પરંતુ પેમેન્ટને બદલે વાયદાઓ કરી પેમેન્ટ કર્યુ ન હતું. આ રીતે જ સલાબતપુરા રાજકુમાર મિલની સામે શાલીમાર ટેક્સટાઈલ માર્કેટમાં દુકાન નં. ૩૧૩ માં ગોપાલ ટેક્સટાઈલ્સના નામે વેપાર કરતા બે ભાઈઓ અતિશ-અશિત ગોપાલભાઈ પટેલે દલાલ પોપટ ખીમારામ ચૌધરી (રહે. સી-૨/૪૦૧, મોડલ ટાઉન પાર્ક, ભક્તિધામ મંદિરની સામે, પુણા) મારફતે તા. ૧૦ એપ્રિલ, ૨૦૧૫ થી ૩ જૂન, ૨૦૧૫ દરમિયાન તર્પણભાઈ પાસેથી કુલ રૂ. ૧૩,૬૭,૦૩૪ ની મત્તાનું યાર્ન ખરીદયું હતું પરંતુ પેમેન્ટ ચૂકવ્યું ન હતું. તો સુરત જીલ્લાના પલસાણાના તાતીથૈયા-મેળવા ખાતે નારાયણ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં હેવન ટેક્સટાઈલ્સ પ્રા.લિ.ના નામે એકમ ધરાવતા બે ભાઈઓ ગોવિંદભાઈ-હસમુખભાઈ ડી. પટેલે દલાલ હસમુખભાઈ પટેલ (રહે. મહાવીર સોસાયટી, ન્યુ સીટીલાઈટ રોડ, ગાયત્રી મંદિર પાસે, સુરત) મારફતે તર્પણભાઈ પાસેથી તા. ૨ એપ્રિલ, ૨૦૧૪ થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૪ દરમિયાન રૂ. ૧૦,૭૯,૮૨૦ ની મત્તાનું યાર્ન ખરીદ્યું હતું પરંતુ પેમેન્ટ કર્યુ ન હતું. કુલ રૂ. ૨,૭૮,૬૪,૨૨૩ ની મત્તાની છેતરપીંડી અંગે તર્પણભાઈએ ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં ત્રણ અલગ-અલગ ફરિયાદ નોંધાવતા તમામની વધુ તપાસ પીએસઆઈ વાય.પી.હડીયાએ શરૂ કરી છે. ૧૧.૬૪ લાખનું ગ્રે કાપડ ખરીદી વેપારીએ શટર પાડી દીધા વેસુ નંદીની-૧ સી/૧૨૦૧ માં રહેતા ૬૪ વર્ષિય વિવર દલપતરાય નારાયણદાસ ગોગીયા પાસેથી રીંગરોડ શિવકૃપા માર્કેટમાં અલીરા ફેબ્રીક્સના નામે વેપાર કરતા અશોકભાઈ ભગીરથભાઈ પ્રજાપતિ (રહે.એ/૩૦૨, સેન્ટમ હોમ્સ, જે.કે.મોટર્સ પાસે, પાલ રોડ, સુરત)એ ગ્રે કાપડની ખરીદી શરૂ કરી હતી. શરૃઆતમાં બે-ત્રણ ઓર્ડરનું સમયસર પેમેન્ટ કરનાર અશોકભાઈ ગત ડિસેમ્બર, ૨૦૧૭ માં મંગાવેલ કુલ રૂ. ૧૧,૬૩,૯૪૩ ની મત્તાના ગ્રે કાપડનું પેમેન્ટ કર્યા વિના દુકાન બંધ કરી ભાગી છૂટયા હતા. આ અંગે દલપતરાયે સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પીએસઆઈ ડી.એમ.રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY