યુવતિએ યુવક પર બળજબરીથી દુષ્કર્મ આચરી, વીડિયો બનાવી રૂ ૧૦ લાખની માગણી કરી

0
316

સોશિયલ મીડિયા વાપરનારાઓ સાવધાન…
રાજકોટ,તા.૨૬
શહેરમાં એકતરફ દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે. બીજીતરફ યુવકોને પ્રેમજાળમાં ફસાવી મધલાળ આપી નાણાં ખંખેરવના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આવી જ એક ગેંગનો ભોગ મવડી વિસ્તારનો બન્યો હતો. ફેસબુકમાં મિત્રતા કેળવી યુવકને નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ બોલાવી છ શખ્સોની ગેંગે યુવતી સાથે બળજબરીથી શરીર સંબંધ બંધાવી તેનો વિડીયો બનાવી રૂપિયા ૧૦ લાખની માગ કરી હતી. આ અંગે મવડી વિસ્તારમાં રહેતા એક યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે યુવતીને દબોચી લઇ અન્ય પાંચની શોધખોળ શરૂ કરી હતી.
મળતી વિગત મુજબ વેપારી પ્રણય (નામ બદલ્યું છે)એ સાથે જાન્વી નામની યુવતીએ ફેસબુકમાં મિત્રતા કેળવી હતી. જાન્વીએ પ્રણયને નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર મળવા બોલાવ્યો હતો. નિયત સ્થળે જાન્વી અને પ્રણય ઊભા હતા ત્યારે અગાઉથી રચેલા કાવતરાના ભાગરૂપે કુલદીપ, ગીતા, રસીલા, કેતન અને એક અજાણ્યો શખ્સ ત્યાં ધસી ગયા હતા. પ્રણય પર ધમકીનો દોર શરૂ કરી પોતાના વાહનમાં અવાવરું સ્થળે લઇ ગયા હતા અને ત્યાં એક યુવતી સાથે બળજબરીથી શરીર સંબંધ બંધાવ્યા હતા.
ત્યારબાદ આ બનાવનો વીડિયો બનાવી લઇ, સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા ૧૦ લાખની માંગ કરી હતી. ચિટર ગેંગ લાખો રૂપિયા માગતા પ્રણયની હાલત કફોડી બની હતી અને તેણે હાથપગ જાડી મામલો રૂ.૨ લાખમાં સમેટાવ્યો હતો. ચિટર ગેંગના સકંજામાથી છૂટેલા પ્રણયએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી આરોપી તરીકે જાન્વી, કુલદીપ, ગીતા, રસીલા, કેતન અને એક અજાણ્યા શખ્સનું નામ આપ્યું હતું. પોલીસે રૂપિયા લેવા આવેલી ગીતા ગોસ્વામી અને રસીલા પટેલને દબોચી વિશેષ પૂછપરછ હાથ ધરી હતી. અને મુખ્ય સૂત્રધાર જાન્વી સહિતનાઓની શોધખોળ શરૂ કરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY