ઝારખંડમાં મોટો નકસલી હુમલોઃ ૬ જવાનો શહીદ

0
77

લેન્ડમાઇન બ્લાસ્ટઃ ૧૦ જવાનો ઘાયલ

ઝારખંડના ગઠવા જિલ્લાના છિંજો વિસ્તારમાં મંગળવારે રાત્રે નકસલીઓ દ્વારા લગાવાયેલા એક લેન્ડમાઈનના વિસ્ફોટમાં ૬ જવાન શહીદ થઈ ગયા છે. જણાવાઈ રહ્યું છે કે, આ  વિસ્તારમાં મંગળવારે સાંજે પોલીસને કેટલાક નકસલીઓની હાજરીના ઈનપુટ મળ્યા હતા. તે પછી પોલીસે અન્ય સુરક્ષા એજન્સીઓની સાથે મળીને અહીં સર્ચ ઓપરેશન  શરૂ કર્યું  હતું. મળેલી જાણકારી મુજબ, ચૂસ્ત ઘેરાબંધી જોઈને નકસલીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું. આ દરમિયાન અહીં રસ્તામાં  લગાવાયેલા એક લેન્ડમાઈનમાં વિસ્ફોટ કરી દીધો, જેમાં ૬ જવાન શહીદ થઈ ગયા. ગઢવાના  ડીઆઈજી વિપુલ શુકલાએ જણાવ્યું કે, અહીં થયેલા હુમલામાં  ઘણા જવાન દ્યાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટસ મુજબ લગભગ ૧૦ જવાબ ઘાયલ થયા છે. શુકલાએ જણાવ્યું  કે, આ હુમલા બાદ વિસ્તારમાં વધારાની સુરક્ષાદળ તૈનાત કરી દેવાયું છે અને નકસલીઓ સાથે અથડામણ ચાલુ છે. સુકમા નકસલી હુમલામાં ૯ જવાન શહીદ  થયા હતા. ઉલ્લેખનીય છે કે, મંગળવારે થયેલા આ હુમલા પહેલા માર્ચમાં છત્તીસગઢમાં સુકમા જિલ્લામાં પણ નકસલીઓએ એક મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં સુરક્ષાદળોના ૯ જવાન શહીદ થાય હતા. ત્યારે હુમલામાં ૬ જવાન ઘાયલ થયા હતા. સુકમા હુમલામાં જવાનોને પહેાલ આઈઈડી બ્લાસ્ટથી નિશાન બનાવ્યા હતા, પછી ફાયરિંગ કરાયું હતું .રિપોર્ટસ મુજબ, સુકમા હુમલામાં લગભગ ૧૦૦ માઓવાદી સામેલ હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY