ઝુપડામાં આગ લાગતા માતા-પુત્રના મોત, ત્રણ દાઝ્યા

0
89

ભાવનગર,
તા.૧/૫/૨૦૧૮

ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકાના પાવઠી ગામે શ્રમિક પરિવારના ઝુપડામાં મોડી રાત્રે આગ લાગતા ગંભીર રીતે દાઝી જતા માતા-પુત્રનું મોત નીપજ્યુ હતું. જ્યારે ત્રણને સારવાર માટે હોસ્પટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી.

પ્રાપ્ત વિગત મુજબ તળાજા તાલુકાના પાવઠી ગામે ઝુપડા જેવા ઘરમાં રહેતા ભૂપતભાઇ ચીથરભાઇ સોલંકીના પરિવારના પાંચ સભ્યો ભરનિંદ્રા માણી રહ્યા હતા. ત્યારે રાત્રે ૧ વાગ્યા આસપાસ આગ લાગતા પાંચેય સભ્યો દાઝી ગયા હતા. જેમાં ભૂપતભાઇ પત્ની વર્ષાબેન અને પુત્ર દિનેશ ગંભીર રીતે દાઝી જતા મોત નીપજ્યું હતું. જ્યારે ભૂપતભાઇ અને તેના બે અન્ય પુત્રો ભાર્ગવ, જનક દાઝતા સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં દીવો નીચે પડતા આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY