ભારતનો સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાજપના હિન્દૂત્વનો ચહેરો અને મોહરુ છે. મુખ્યમંત્રી બની ગયા પછી તેમના શાસનમાં કેટલાએ બદમાશોને ઠેકાણે પાડી દીધા છે રાજકીય રીતે જોવામાં આવે તો તેમના સમર્થકો યોગી ને યોગી ફોર પી એમ પણ કહે છે તે પ્રધાનમંત્રી બનશે કે નહીં તે તો તેમની હસ્તરેખાજ જાણે. પરંતુ ભારતની સેના મોદી ની સેના છે એવું કહીને તેમને સેનાનું જે અપમાન કર્યું છે તે સમગ્ર દેશ જાણી ચૂક્યો છે. ચૂંટણી પંચે વિરોધ પક્ષોની ફરિયાદના આધાર ઉપર યોગીજીનો જવાબ પણ માંગ્યો છે. જાકે તેમને શું જવાબ આપ્યો કે આપશે તેના પહેલા મોદી સરકારના જ એક મંત્રી જનરલ વી કે સિહે સ્પષ્ટ શબ્દોમાં પોતાના અંતરાત્માને જગાડીને કઈ કીધું કે ભારતની સેના મોદીની સેના નથી્ અને જે કોઈ કરી રહ્યા છે કે ભારતની સેના મોદીની સેના છે…. તો તે ફક્ત ખોટાજ નહીં પરંતુ દેશદ્રોહી પણ છે. તેમના આ નિવેદનનુ કોંગ્રેસે જારદાર સ્વાગત કર્યું પરંતુ જ્યારે જનરલ એહસાસ થયો કે તેમણે આ શું કહી દીધું. ત્યાં સુધીમાતો બાજી તેમનિ હાથમાંથી નીકળી ગઈ હતી. માનો કે તીર કમાનમાથી છૂટી ગયું હોય જે પાછું નથી આવતું.
વી કે સી સિંહ ભાજપમાં જાડાયા તેના પહેલા ભારતની સેનાના સેનાપતિ અને જનરલ હતા. અવસર મળતાજ તેઓ તુરંતજ ભાજપમાં સામેલ થઈ ગયા અને તેમને ટિકિટ પણ આપવામાં આવી. જીત્યા પછી જનરલે સેનાની વર્દી ઉતારી અને રાજનેતાની વર્દીમાં આવી ગયા. પરંતુ જ્યારે ભારતની સેનાના અપમાનનો મામલો આવ્યો ત્યારે તેમણે એક રાજનેતા નેતાની જેમજ નહિ પરંતુ સેનાના પૂર્વ અધ્યક્ષના તોર પર પોતાના અંતરાત્માને જગાડીને કોઈ થી પણ ડર્યા વગર કહી દીધું કે જે કોઈ એમ કહે છે કે ભારતની સેના મોદી સેના છે. તો તે દેશદ્રોહી છે. મામલો સ્પષ્ટ થઈ ગયો છે. હવે દેશની અને બની શકે છે કે સેના ની નજર મોદી સરકાર તથા ચૂંટણી આયોગ ઉપર મંડાયેલ છે કે ભારતીય સેનાનું અવમાન કરવા બદલ યોગીને શું સજા કરવામાં આવે છે?
ભારતની સેનાને લઈને કોઈ પક્ષ કે કોઈ નેતા ની સાથે તેને જોડવી અને આવુ સાંભળ્યા પછી પણ વડાપ્રધાન કે દેશના રાષ્ટ્રપતિ દ્વારા તેમના વિરુદ્ધ એક એક શબ્દ પણ ના કહેવો એ શું બતાવે છે? બંધારણ અનુસાર રાષ્ટ્રપતિ ત્રણેય સેનાના અધ્યક્ષ હોય છે. જાકે મોદી સરકાર પોતાના પ્રિય સીએમ યોગીની વિરૂધ્ધ કોઈ કાર્યવાહી કરે યા ના કરે પરંતુ રાષ્ટ્રપતિજીએ યોગીની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જાઈએ. કેમ કે આ કોઈ રાજકીય મામલો નથી. અને જા આ બાબતને અહીંયા નહિ રોકવામાં આવે તો વાત આગળ વધી ને ત્યાં સુધી પહોંચી જશે કે કાલે ભાજપના કાર્યકર્તાઓ પણ ભારતની સેનાને આદેશ આપશે કે તમે અમારા મોદીની સેના છો અને જેવું કહીએ છીએ એવું કરો. સાંભળવામાં આ આશ્ચર્યજનક જેવુ લાગે છે. પરંતુ આજે આ યોગી કાલે કોઈ બીજા ભારતની સેનાને માટે બીજું કાઈ શુ નહિ કહે તેની કોઈ ગેરંટી નથી.
જ્યારે પૂર્વ જનરલે માન્યુ કે ભારતની સેનાને મોદી સેના કહેવાવાળા દેશદ્રોહી છે. ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગીની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ કે નહીં તેનો નિર્ણય ભારત સરકાર કે મોદી સરકારે લેવો પડશે. છેલ્લા કેટલાક સમયથી રાજકારણમાં ભારતની સેનાને જે રીતે લાવવામાં આવી રહી છે તે લોકશાહીને માટે પણ યોગ્ય નથી. સરકાર વી કે સિહની વાત માને અને યોગીને આકરી ફટકાર લગાવે કે આ ભારતની સેના છે નહીં કે કોઈ મોદીની સેના છે………!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



