બનાસકાંઠા : આઠ લોકોને જમ્યા બાદ ફૂડ પોઇઝનિંગની અસર

0
215

બનાસકાંઠા,તા.૧
બનાસકાંઠામાં કાંકરેજ તાલુકાના માનપુર ગામે આઠ લોકોને જમ્યા બાદ ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાની ઘટના સામે આવી છે. હાલમાં તમામ અસરગ્રસ્તોને સારવાર માટે શિહોરી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના માનપુર ગામે સંબંધીઓને મળવા આવેલા ૮ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. માનપુર ગામમાં રહેતા વાઘેલા પરિવારને અમદાવાદથી તેમના સંબંધીઓને મળવા માટે આવ્યા હતા.
તમામ લોકોએ બપોરના સમયે સાથે બેસી દાળ, ભાત, શાક અને રોટલીનું ભોજન લીધું હતું. પરંતુ મળવા આવેલા આઠ લોકોને ભોજન લીધા બાદ ફૂડ પોઇઝનિંગની અસર થતા ઊલટી શરૂ થઈ ગઈ હતી.
જોકે તાત્કાલિક તમામ અસરગ્રસ્તોને સારવાર માટે શિહોરી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરતા હાલમાં તમામ અસરગ્રસ્તોની તબિયત સુધારા પર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY