૨૦૧૩થી વેતન ન આપતા હોવાનો કર્મચારીઓનો આક્ષેપ
વડોદરા,તા.૧૬
ડભોઈના ફોરેસ્ટ રોજમદાર કર્મચારીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ફોરેસ્ટ ઓફિસની અંદર ૨ રોજમદાર કર્મચારીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ઝેરી દવા ખાઈને કર્મચારીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું.
બંને રોજમદાર કર્મચારીઓ ફોરેસ્ટ ઓફિસમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. બન્ને કર્મચારીઓએ ૨ દિવસ પહેલા કલેક્ટરને અરજી આપી હતી. ૨૦૧૩થી ફોરેસ્ટ દ્વારા વેતન ન આપતા હોવાનો કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો.
આ ઘટના મામલે મળતી જાણકારી મુજબ ડભોઇ ખાતે આવેલ ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા ૨ કર્મીઓએ તાજેતરમાં ઝેરી દવા ખાઇને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
બંન્ને કર્મચારીઓએ આ પગલુ વેતન મામલે ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. આ મામલે ફોરેસ્ટ કર્મીઓએ સ્થાનિક કલેક્ટર, નાયબ કલેક્ટર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓને કરી હતી. જા કે, ૨૦૧૩થી ચાલ્યા આવતા આ પ્રશ્નનો કોઇ જ ઉકેલ નહીં આવતા ગતરોજ તેમણે ઝેરી દવા ખાઇને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ મામલાની જાણ નજીકના લોકોને થતાં તેમણે ૧૦૮ને ફોન કર્યો હતો. જા કે, ૧૦૮ સમયસર નહીં પહોંચતા બંન્ને કર્મચારીઓને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




