ગાંધીનગર,તા.૧૧
ગુજરાત સરકારમાં ઉમેરાયેલા ત્રણ નવા મંત્રીઓને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જિલ્લાઓનો પ્રભાર સોંપ્યો છે. પ્રવાસન મંત્રી જવાહર ચાવડાને દેવભૂમિ દ્વારકા અને પોરબંદર, પુરવઠા રાજ્યમંત્રી ધર્મન્દ્રસિંહ જાડેજાના અમરેલી અને નર્મદા રાજ્યમંત્રી યોગેશ પટેલને તાપી જિલ્લાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.
શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરી દવેને બોટાદનો પ્રભાર સોંપાવમાં આવ્યો છે. જિલ્લા અને રાજ્ય સરકાર વચ્ચે પ્રભારી મંત્રીઓની ભૂમિકા મહત્વની હોય છે. જિલ્લામાં વિકાસલક્ષી કામો માટે આયોજન અને સંકલનની બેઠકો પણ પ્રભારી મંત્રીઓની હાજરી અનિવાર્ય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





