વીએચપીએ છોકરીઓ માટે જાહેર કર્યા ‘લવ જેહાદ’થી બચવાના ઉપાય

0
34

મુસ્લિમ યુવકો બોલિવૂડના હીરોની વાતો અને હરકતોને શીખીને હિન્દુ છોકરીઓને લલચાવવાનો પ્રયાસ કરે છે
કોલકાત્તા,તા.૧૩
પશ્ચિમ બંગાળની વિશ્વ હિન્દુ પરિષદની સ્થાનિક શાખાએ(બ્રાંચ) લવ જેહાદના મામલાને ચર્ચામાં લાવતા હિન્દુ યુવતીઓ અને મહિલાઓને સલાહ આપી છે કે મુસલમાન છોકરાઓથી સાવચેત રહે. વિશ્વ હિન્દુ પરિષદની બંગાળ શાખા તરફથી આપવામાં આવેલા નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમ યુવકો બોલિવૂડના હીરોની વાતો અને હરકતોને શીખીને હિન્દુ છોકરીઓને ફસાવવાનો પ્રયાસ કરે છે, આ માટે તેમને પૈસા પણ મળે છે.
વીએસપીએ એક પેમ્ફલેટ જાહેર કરતા કહ્યુ કે,મુસ્લિમ યુવાઓ તમને (હિન્દુ છોકરીઓ” ફસાવવા માટે ફિલ્મ સ્ટાર જેવા કપડાં અને સ્ટાઇલ અપનાવે છે. એ લોકો તમને મોંઘી ગિફ્ટ તેમજ ખાવાની સારી વસ્તુઓથી આકર્ષવાનો પ્રયાસ કરે છે. તેની ઝાળમાં આવશો નહીં. આવું કંઇ પણ જોવા મળે તો વીએચપીને જાણ કરો, અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો.
વીએચપીએ વિવાહિત આદિવાસી મહિલાઓને પારંપારિક મંગળસૂત્ર પહેરવા, સિંદૂર લગાવવા, બંગડીઓ અને શાખા (એક પ્રકારની સફેદ રંગની બંગડી) પહેરવાની સલાહ આપી છે. વીએચપીના મીડિયા સંયોજક સૌરિશ મુખર્જીએ કહ્યુ કે, “અમે આ સંદર્ભે સેંકડો પેમ્ફલેટ છાપી ચુક્યા છીએ, જેનાથી આપણી હિન્દુ છોકરીઓને લવ જેહાદથી બચાવી શકાય.
થોડા મહિનાઓ પહેલા કોલકાતા પોલીસ સ્ટેશને ફેસબુક પર એક સંસ્થા ‘હિન્દુત્વ વાર્તા’ દ્વારા લવ જેહાદ અંગે વાંધાજનક પોસ્ટ કરવા અંગેની તપાસ કરવામાં આવી હતી. હિન્દુ વાર્તાએ ફેસબુક પેજ પર ૧૦૨ યુગલો અંગે જાણકારી આપી હતી, જેમના ધર્મ અલગ અલગ હતા. સાથે જ હિન્દુઓને અપીલ કરવામાં આવી હતી કે તેઓ લવ જેહાદ કરતા મુસ્લિમ યુવકોને પકડે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY