AMC અને રિક્ષાચાલકોને સાથે રાખી ટ્રાફિક પોલીસ પિકઅપ પોઈન્ટ નક્કી કરશે

0
13

અમદાવાદ,તા.૯
શહેરમાં ટ્રાફિક સમસ્યામાં રિક્ષાઓનાં આડેધડ પાર્કિંગ પણ જવાબદાર છે. રિક્ષાચાલકો ગમે ત્યાં રિક્ષા ઊભી રાખી દેતા હોય છે. જેના કારણે પણ ટ્રાફિક જામ થાય છે. આડેધડ વાહન પાર્કિંગ બાદ પોલીસ હવે રિક્ષાચાલકોના આડેધડ પાર્કિંગની સમસ્યાનો ઉકેલ લાવવાનું આજથી શરૂ કર્યું છે.
ટ્રાફિક પોલીસ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રિક્ષા એસોસીએશનના અગ્રણીઓ સાથે ભેગાં મળી શહેરનાં દરેક વિસ્તારમાં રિક્ષા પિકઅપ પોઇન્ટની જગ્યા નક્કી કરશે. શહેરમાં અંદાજિત બે લાખ જેટલી રિક્ષા છે જોકે નોંધાયેલી રિક્ષાનો આંકડો માત્ર ૬૦,૦૦૦ દર્શાવાય છે.
રિક્ષાચાલકોનાં ગમે તે જગ્યાએ ઊભા રહી જવાના કારણે ખૂબ મોટી સમસ્યા થતો હોવાનો મુદ્દો પણ ગુજરાત હાઇકોર્ટમાં ઊઠ્યો હતો જેને લઇ હવે શહેરમાં ૧૦,૦૦૦ જેટલા રિક્ષા પિકઅપ પોઇન્ટ બનાવવામાં આવશે.
ટ્રાફિક ડીસીપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિ. કોર્પો. અને રિક્ષાચાલકોને સાથે રાખી અમે શહેરના દરેક વિસ્તારમાં રિક્ષા માટે પિકઅપ પોઇન્ટ નક્કી કરીશું. ચાર રસ્તા પર પ૦ મીટરને છોડીને કઇ જગ્યાએ કેટલી રિક્ષાને ઊભી રાખવા માટે પરમિશન આપવી તે નક્કી કરવામાં આવશે.
અલગ અલગ જગ્યાએ ૧૦,૦૦૦ પિકઅપ પોઇન્ટ નક્કી કરવાની કામગીરી આજથી શરૂ કરાશે. રિક્ષા સ્ટેન્ડનાં સાઇનબોર્ડ અને રિક્ષા ઊભી રાખવાના માર્કિંગ પોઇન્ટ કોર્પોરેશન સાથે મળી નક્કી કરવામાં આવશે. પિક પોઇન્ટ નક્કી કરાયા બાદ તે જગ્યાથી જ રિક્ષાચાલકો મુસાફરોને ઉતારી અને બેસાડી શકશે. જો અન્ય જગ્યાએ રિક્ષા ઊભી રાખશે તો તેઓની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર 
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY