સાન ફ્રાન્સિસ્કો,તા.૯
ટિવટરના સીઈઓ જૈક ડોર્સીને ગત વર્ષે માત્ર ૧.૪૦ ડોલર(૯૮ રૂપિયા) સેલેરી મળ્યો હતો. આ તેમનું પહેલું વેતન છે. ડોર્સીએ ૨૦૧૫માં ટિવટરનું સીઈઓ પદ સંભાળ્યું હતું. તે સમયે તેમણે કહ્યું હતું કે તે ૩ વર્ષ સુધી કોઈ સેલેરી કે ભથ્થું લેશે નહિ. બાદમાં ૨૦૧૮માં તેમણે ૧.૪૦ ડોલરના સાંકેતિક સેલેરી સિવાય કોઈ બીજા ભથ્થા લેવાની ના પાડી હતી. ટિવટરે સોમવારે રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ માહિતી આપી હતી.
ટિવટરના કો-ફાઉન્ડર ડોર્સીએ લાંબા ગાળે કંપનીની ભલાઈને ધ્યાન રાખીને સેલેરી ન લેવાનો નિર્ણય કર્યો હતો. ડોર્સીનો સેલેરી ટિવટરની અગાઉની ૧૪૦ શબ્દોની લિમિટનો સંકેત છે. ૨૦૧૭માં આ લિમિટને વધારીને ૨૮૦ શબ્દ કરવામાં આવી હતી. ડોર્સીની વાસ્તવિક કમાણી ટિવટર અને મોબાઈલ કંપની સ્કવાયરમાં તેમના શેરથી છે. બ્લૂમબર્ગ બિલેનિયેર ઈન્ડેક્સના જણાવ્યા પ્રમાણે, ડોર્સીની નેટવર્થ ૫.૫ અબજ ડોલર ૩૮,૩૧૮ કરોડ રૂપિયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






