પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે
દરેક વ્યકિત સારા નરસા સંગોએ વૃક્ષનું વાવેતર કરે તે જરૂરીઃ ઇશ્વરભાઇ પરમાર
સુરત, તા. ૧૭
ધરતી માતાને વનથી આચ્છાદિત કરવા માટે રાજય સરકાર દ્વારા ઉજવવામાં આવતા ૭૦માં વન મહોત્સવ અંતર્ગત આજરોજ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આયોજીત પલસાણા તાલુકાકક્ષાનો વનમહોત્સવ સામાજિક ન્યાય અને અધિકારીતામંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારના અધ્યક્ષસ્થાને ગંગાધરા ગામની હરિધ્યાન સ્મૃતિ ભવન ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
આ વેળાએ ગંગાધરા સહકારી મંડળીના મુખશ્રી ભગુકાકા, મદદનીશ વન સંરક્ષકશ્રી મગનભાઇ કટારા, મામલતદારશ્રી ભાવસાર, રેન્જ ફોરેસ્ટર કે.ડી.દેસાઇ, અગ્રણી સર્વશ્રી જીતેન્દ્રભાઇ, ભાવિનીબેન, પુષ્પાબેન તથા વિદ્યાર્થીઓ, ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા.
આ વેળાએ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજના ગ્લોબલ વોર્મિંગના પડકારોને પહોચી વળવાનો કોઇ ઉપાય હોય તો તે વૃક્ષો છે. ગુજરાતના પનોતા પુત્ર શ્રી કનૈયાલાલ મુનશીએ વર્ષ ૧૯૫૦માં વન મહોત્સવની શરૂઆત કરી હતી. જે અંતર્ગત દર વર્ષે મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરીને વનમહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. મનુષ્યના જન્મથી મૃત્યૃ સુધી દરેક કાર્યમાં વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી બને છે. મંત્રીશ્રીએ કહ્નાં કે, આપણે સારા નરસા સંગોએ વૃક્ષનું વાવેતર કરીશું તો આવનારી પેઢીને શુધ્ધ વાતાવરણ આપી શકીશું. ફેન્સીંગ વાળી જગ્યામાં, નિશાળોમાં અને પડતર જમીનોમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો અનુરોધ મંત્રીશ્રીએ કર્યો હતો. વૃક્ષોનું અનેરૂ મહત્વ સમજાવતા કહ્નાં કે, અમારા પરિવારના દરેક સભ્યો દર વર્ષે પોતાના જન્મદિવસે રૂ.૧૧,૦૦૦ વૃક્ષારોપણ પાછળ ખર્ચ કરીએ છીએ. દરેક બાળકને એક-એક વૃક્ષ વાવીને તેનું જતન કરવાની હિમાયત તેમણે કરી હતી.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજયમાં ૨૦૦૪ના વર્ષમાં વનવિસ્તારની બહાર ૨૫.૧૦ કરોડ વૃક્ષો હતા જે ૨૦૧૭માં વૃક્ષોની સંખ્યા વધીને ૩૪.૩૫ કરોડ સાથે ૩૭ ટકાનો વધારો થયો છે. ખેડુતો વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરતા થાય તેવા આશયથી રાજય સરકારે ૮૮ જેટલા વૃક્ષો કાપવા માટેની મંજુરીમાંથી મુકિત આપવામાં આવી હોવાનું તેમણે કહ્નાં હતું.
આ વેળાએ અગ્રણીશ્રી ફુલ્લભાઇ પટેલે જણાવ્યું હતું કે, પલસાણા તાલુકાને હરિયાળો બનાવવા માટે વનવિભાગ દ્વારા બે લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે. જેમાંથી ૧૦ હજાર રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. વૃક્ષોનું જતન કરવું એ આપણા સૌની ફરજ હોવાનું જણાવીને લોકોને વધુમાં વધુ વૃક્ષોનો ઉછેર કરવાનો અનુરોધ કર્યો હતો.
આ વેળાએ પૂર્વ વડાધાન સ્વ.વાજપેયીની પુણ્યતિથિએ મંત્રીશ્રીએ શ્રધ્ધાંસુમન અર્પણ કર્યા હતા.
આ કાર્યક્રમના અંતે મંત્રીશ્રીના તથા અન્ય મહાનુભાવોએ હરિધ્યાન સ્મૃતિ ભવનના પટાંગણ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




