અમદાવાદ,તા.૨૮
શ્રાવણ મહિનો પૂર્ણ થવાને પખવાડિયાની વાર છે ત્યારે હજુ કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં પૂરતો વરસાદ પડ્યો નથી. કચ્છમાં તો સિઝનનો માત્ર ૨૫.૨૧ ટકા જ વરસાદ પડ્યો હતો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આંકડાઓ મુજબ, ગુજરાતમાં મોસમનો કુલ ૭૦ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કેટલાક તાલુકાઓમાં વધુ વરસાદ પડ્યો હતો જ્યારે કેટલાક તાલુકાઓમાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે. રાજયના કુલ ૨૦૩ જળાશયોમાં હાલ ૨૭૫૦૧૮ એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના ૪૯.૪૧ ટકા જેટલો થાય છે. સરદાર સરોવર ડેમમાં ૧૭૧૪૦૯ એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના ૫૧.૩૧ ટકા જેટલો થાય છે. સરદાર સરોવરની જળ સપાટી આજે ૧૧૯.૫૫ મીટર પર નોંધાઈ હતી.
જ્યારે અન્ય જળાશયોમાં પાણીની સ્થિતિ જાઇએ તો, ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમા ૩૩.૧૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમા ૭૮.૨૪ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમા ૪૮.૦૬ ટકા, કચ્છના ૨૦ જળાશયોમા ૧૨.૫૯ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમા ૪૪.૫૨ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજયમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૦.૨૯ ટકા જેટલો નોંધાયો છે. રાજ્યમાં ખેડૂતોએ મુખ્યત્વે ડાંગર, બાજરા, મકાઇ, તુવેર, અડદ, મગફળી, સોયાબીન, કપાસ અને શાકભાજીનું વાવેતર કર્યુ છે. કપાસનાં કુલ વાવેતર વિસ્તારની સરખામણીએ આ વર્ષે ૧૦૩ ટકા વાવેતર થયું છે, જ્યારે મગફળીના કુલ વાવેતર વિસ્તારની સરખામણીમાં ૯૭ ટકા જેટલુ વાવેતર થયુ છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





