ડાંગ જિલ્લામાં ‘પેસા એક્ટ’ જાગૃતિ અંગે શેરી નાટકની ભજવણી થશે

0
11

વિવિધ ગામોમાં શેરી નાટકની રજૂઆત
આહવા, તા. ૨૮
ડાંગ જિલ્લામાં આદિવાસી વસતી ધરાવતા તાલુકાવાર ચાર ગામોમાં ‘પેસા એક્ટ’ અંગે જાગૃતિ માટે સરકારશ્રી દ્વારા આદિવાસી સંશોધન કેન્દ્ર, અમદાવાદ મારફત શેરી નાટક માટેનું આયોજન કરવામાં આવેલ છે.
આહવા તાલુકાના શામગહાન ખાતે તા.૨૮-૧૨-૨૦૧૮ ના રોજ ૧૧-૦૦ થી ૧૨-૧૫ કલાકે, ગલકુંડ ૧૩-૦૦ થી ૧૪-૧૫, ધવલીદોડ ગામે ૧૬-૦૦ થી ૧૮-૧૫,ચીકટીયા ગામે ૧૯-૦૦ થી ૨૦-૦૦ કલાકે યોજાશે.વઘઈ તાલુકા ના કાલીબેલ ગામે તા.૨૯-૧૨-૨૦૧૮ ના રોજ ૧૧-૦૦ થી ૧૨-૧૫ કલાકે, ચીકાર ગામે ૧૩-૩૦ થી ૧૪-૪૫, રંભાસ ગામે ૧૬-૦૦ થી ૧૭-૧૫, સાકરપાતળ ગામે ૧૮-૦૦ થી ૧૯-૧૫ કલાકે યોજાશે. સુબીર તાલુકામાં તા.૩૦-૧૨-૨૦૧૮ ના રોજ ગારખડી ગામે ૧૧-૦૦ થી ૧૨-૧૫ કલાકે, કેશબંધ ગામે ૧૩-૩૦ થી ૧૪-૪૫, સુબીર ગામે ૧૬-૦૦ થી ૧૭-૧૫, મહાલ ગામે ૧૮-૦૦ થી ૧૯-૧૫ કલાકે યોજાશે.
‘પેસા એક્ટ’ અંગે જાગૃતિ માટે ઉપરોક્ત ગામોએ યોજાનાર શેરી નાટકમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લેવા પ્રાયોજના વહીવટદારશ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY