તિલકવાડા વીજ કંપનીના કર્મચારીઓ લાઈન બંધ કરવાનું કામ કરતી વખતે વઘેલી ગામના ઇસમે તમાચા મારતા ફરિયાદ 

0
40

રાજપીપલા:
તિલકવાડા વીજ કંપની ના કર્મચારીઓ 66 કે .વી.ની લાઈન બંધ કરવાની કામગીરી તિલકવાડા ના વધેલી ગમે કરતા હતા તે દરમિયાન વધેલી ગામના દિલીપ ઝવેર બારીયા એ વીજ કંપની ના કર્મચારીને જણાવ્યું કે અમારી લાઈન કેમ બંધ છે પેહલા એ ચાલુ કરો નહીતો લાઈન ચાલુ નહિ થાય ત્યાં સુધી તમારી ગાડી નહિ લઈ જવા દઈએ તેમ કહી ગાળો બોલી વીજ કંપની ના એક કર્મચારી અજય પ્રવીણ બારીયા ને તમાચા મારી દેતા મામલો ગરમાયો હતો પરંતુ વીજ કંપની ના કર્મચારી એ આ બાબતે તેમના અધિકારી ને જાણ કરતા અધિકારીએ તેને ગઁભીરતા થી લઈ ભવિષ્ય માં આવી ઘટના ન બને તે માટે તિલકવાડા પોલીસ મથકે પરેશ રામભાઈ પટેલે  ફરિયાદ આપતા પોલીસે વધેલી ના દિલીપ બારીયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર: ભરત શાહ, રાજપીપળા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY