ભાનુશાળીની હત્યામાં કોન્સ્ટેબલ જયંતીએ શાર્પશૂટરોને મદદ કરી’તી : સીઆઈડી

0
9

અમદાવાદ,તા.૧૮
કચ્છના અબડાસાના પૂર્વ એમએલએ જયંતી ભાનુશાળી હત્ય કેસમાં આરોપી છબીલ પટેલની ધરપકડ થયાં પછી સીઆઈડી સમક્ષ નવા ખુલાસોઓ થઈ રહ્યા છે. સીઆઈડીએ છબીલના રિમાન્ડ લેતાં સ્પષ્ટ જણાવ્યું કે કચ્છ પોલીસે જ શાર્પશૂટરોને મદદ કરી હતી.
સીઆઈડીએ તપાસ કરતાં કહ્યું કે છબીલની ભલામણથી થોડા સમય પહેલાં કોન્સ્ટેબલ જયંતીને એલ.સી.બીમાં ટ્રાન્સફર કરાયો હતો. કોન્સ્ટેબલ જયંતીએ એલ.સી.બીમાં રહી એક નંબર પ્લેટ વગરનું બિનવારસી બાઈક કબ્જે કર્યું હતું. જેને પોલીસ ચોપડે ચડાવવાને બદલે ભાનુશાળીની હત્યા કરનારા શાર્પશૂટરોને હત્યા કરી ભાગવા માટે આ બાઈક આપ્યું હતું.
સીઆઈડીએ શાર્પશૂટરોને મદદ કરવાના ગુનામાં કોન્સ્ટેબલ જયંતી પર કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. પરંતુ કોન્સ્ટેબલ જંયતીની રાજકીય વગ હોવાના કારણે કચ્છ એસ.પી. પણ તેના પર કાર્યવાહી કરવામાં ધમપછાડાં કરે છે. સીઆઈડીએ નોટિસ આપી એસ.પી.ને કાર્યવાહી કરવા કહ્યું છે પરંતુ પોલીસ બેડામાં તો એવી ચર્ચાએ જાર પકડ્યું છે કે એસ.પી. પોતે જ કોન્સ્ટેબલ જયંતીને બચાવી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY