બેઇજીંગ,તા.૧૮
વિશ્વના સૌથી ઊંચા પર્વત પર આરોહણ કરનારા બે પહેલવહેલા ચીની સાહસિકોની કથા કહેતી એક્શન ભરપુર ફિલ્મ માટે એશિયાના બે સુપર એક્શન સ્ટાર્સ જેકી ચાન અને વુ જિંગે હાથ મિલાવ્યા હોવાની માહિતી મળી હતી.
આ સમાચારને સમર્થન આપતાં હોલિવૂડ રિપોર્ટરના એક અહેવાલમાં જણાવાયું હતું કે આ એક્શન ભરપુર ફિલ્મને અત્યારે તો ક્લાઇબર્સ (આરોહકો ) ટાઇટલ આપવામાં આવ્યું છે પરંતુ પાછળથી ટાઇટલ બદલાઇ શકે છે.
શાંઘાઇ ફિલ્મ્સ ગ્રુપ આ ફિલ્મના નિર્માતાની જવાબદારી અદા કરશે અને ડેનિયલ ક્લીફ એના ડાયરેક્ટર તરીકે પસંદ થયા હતા.૧૯૬૦માં માઉન્ટ એવરેસ્ટ નોર્થ રીજ સર કરનારા બે ચાઇનીઝ પર્વતારોહકો વાંગ ફુત્ઝૌ ગોમ્પો અને ક્યૂ યિન્હુઆની સાચી સાહસ કથા આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે.
આ ચીની ટુકડી માઉન્ટ એવરેસ્ટની નોર્થ રિજ સુધી પહોંચનારી વિશ્વની પહેલી ટુકડી હતી એવો ચીનનો દાવો છે. આ ટુકડીનો ચોથો સભ્ય અધવચ અટકી પડવાથી આ ટુકડી નોર્થ રિજ પર માઓની નાનકડી પ્રતિમા સ્થાપીને તરત પાછો ફર્યો હતો. પોતાના ચોથા સાથીને ઊગારવા આવું કરવું પડયું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



