ભાજપાનું નવું સૂત્રઃ પહેલા મહિલાને લાતો મારો, પછી રાખડી બંધાવો….!

0
108

ના જી, તે દિવસ ના તો રક્ષાબંધનનો દિવસ હતો કે.ના તો ભાઈ બીજ નો દિવસ હતો, છતાં પણ ગુજરાતના એક શહેરમાં અનોખો રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવ્યો. ગુજરાતના અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાની ફરિયાદ લઇને જ્યારે કેટલીક મહિલાઓ ભા.જ.પા.ના નરોડા મતક્ષેત્ર ના પોતાના સ્થાનીક ધારાસભ્ય બલરામ થાવાનીની પાસે પહોંચી. સન્માનિય ધારાસભ્યને કહ્યું કે પાણીની સમસ્યા છે, ગરમી છે, લોકો પરેશાન છે, મહેરબાની કરીને કંઈક કરો. વાતમાં ને વાતમાં ન જાણે એવું તે શું થઈ ગયું કે સંસ્કારી ભા.જ.પા.ના સંસ્કારી ધારાસભ્યએ મહિલા નેતા કે જે એન સી પી ની સાથે જોડાયેલી છે. તેને ધક્કા મારીને પોતાની ઓફિસની બહાર કાઢી અને ધારાસભ્યના કાર્યકર્તાઓએ તો મહિલાને ઝુડી નાખી તેની સાથે લોક પ્રતિનિધિ ધારાસભ્યશ્રીએ પણ લાતો મારી, ઘુસ્સા માર્યા. જ્યારે ધારાસભ્યના આ સારા કામનો વિડીયો વાયરલ થયો તો ઉહાપોહ મચી ગયો. સમગ્ર દેશમાં સંસ્કારી ભા.જ.પા.ના અતિ સંસ્કારી ધારાસભ્યની કાળી અને શરમ જનક હરકતોથી પાર્ટી ની આબરૂના ચિથરા ઉડવા લાગ્યા ત્યારે મોટા મોટા નેતા જાગ્યા અને એનસીપી ઉપર ન જાણે કેવુ દબાણ નાખ્યુ કે સત્તર કલાકની અંદર લાતો ખાવા વાળી- ઘુસ્સા ખાવા વાળી અને ન્યાયની ફરીયાદ કરવાવાળી મહિલા નેતાથી ધારાસભ્યએ રાખડી બંધાવી……! એકબીજાને લાડુ ખવડાવ્યા જાણે કે
એ કાઈ થયુજ નથી કે પછી આ બધો એક ફિલ્મ ડ્રામા હતો….!
અજબ ભાજપના આ ગજબ ધારાસભ્યએ મિડીયાની સામે કહ્યુું કે જે કાઈ થયું તે યોગ્ય ના હતું, ગુસ્સામાં આવીને તેમણે મહિલાને લાતો મારી. પીડિત મહિલા મહિલા મારી બહેન જેવી છે હું તેમની માફી માંગું છું. અને ત્યારબાદ પીડિત મહિલા થોડા કલાક પહેલા બનેલા પોતાના નવા ભાઈના હાથ પર ઉમંગથી રાખડી બાંધી. રક્ષાબંધન કર્યું અને એક બીજાના મોઢા મીઠા કરાવ્યા….! એન સી પીનાં નેતાજી શરદ પવાર આ ઘટનાથી વાકેફ હશે કે નહીં પરંતુ ગુજરાત એનસીપી માં જાડાયેલા ભા.જ.પા.ના નેતાજી શંકરસિંહ વાઘેલાએ તેમના પક્ષની સ્થાનિક મહિલા નેતાને ધારાસભ્યએ લાતો મારી તે બાબત જાણતા હોવા છતાં પણ વિરોધ પ્રદર્શન કે આંદોલન કરવાને બદલે મૌની બાબા બની ગયા…..! કોંગ્રેસે રેલી કાઢી અને ધારાસભ્યનુ રાજીનામુ માગ્યુ પરંતુ વાઘેલા એક શબ્દ પણ ન બોલ્યા. કંઈક તો કારણ હશે. શું કારણ એ તો તેઓજ જાણે પરંતુ જે રીતે સમગ્ર ઘટનાને દબાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા અને રાખડી બાંધવી અને બંધાવવાનો ડ્રામા થયો છે તે શરમજનક છે. લાતો ખાધા પછી પણ તેનાજ કાંડા ઉપર રાખડી બાંધવી એવી બહેનો એન સી પી ને મુબારક. લાતો મારીને હાથ ઉઠાવીને હિસા કરવાવાળા ધારાસભ્ય ભાજપાને મુબારક હો.
ગુજરાત ભા.જ.પા એ મહિલાને લાતો મારવાવાળા પોતાના ધારાસભ્યની શરમજનક વર્તનને હળવાશથી લીધુ અને એમની હરકતને અશોભનીય બતાવી. જાણે કે આવું તો ચાલતું જ રહે છે. લાતોજ મારી છે ગોલી મારી છે શું…..? કાલે કોઈ ધારાસભ્ય કે કાર્યકર્તા કોઈ મહિલાની સાથે દુષ્કર્મ કરશે તો શું એમાં પણ ભાઈ-બહેન અને રાખડી વાળો ડ્રામા દોહરાવવામાં આવશે શું….? લાતો મારો, પછી અરરર તું તો મારી બહેન છે પ્યારી પ્યારી બહેન છે…..” ફૂલો કા તારો કા સબકા કહેના હૈ એક હજારો મેં મેરી બહેના હૈ.”…….ભૂલ થઈ ગઈ….માફ કરી દે અને લે આ હાથમા રાખડી બાધી દે જેથી દુનિયાને લાગે કે ઓ તેરી આ તો ભાઈ- બહેન નિકળ્યા…..!? શરમ આવવી જાઈએ તે એનસીપીની મહિલા અને ગુજરાત એનસીપીના વાઘેલા સહિત બધા નેતાઓને શરમ આવવી જોઈએ. સંસ્કારી ધારાસભ્ય કે જે પોતાની જાતને સુંધામાતાના સેવક બતાવે છે અને નારી શક્તિને લાતો મારે છે. ગુજરાત ભા.જ.પા જો નારીશક્તિની કદર કરવામાં માનતો હોય તો તુરંત આ ધારાસભ્યને પક્ષમાંથી કાઢી મુકવો જોઈએ. રક્ષાબંધન એક ડ્રામા છે એ ભાજપાના નેતાઓ પણ જાણે જ છે. લાગે છે કે ભાજપાએ નવું સૂત્ર આપ્યું- પહેલા મહિલાઓને લાતો મારો પછી રક્ષાબંધન કરી બચી જાવ…. ભાડમા જાય નારી મહિમાના સંસ્કાર…..!”દેશ બદલ રહા હૈ… ભાજપા ભી બદલ રહી હૈ……!! સોગંદ મુઝે ઇસ કમલ કી લાતે તો મારુંગા હી”…..!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY