આજે વિશ્વ પર્યાવરણ દિવસઃ લોકો અને સરકાર જાગશે કે નહીં….?

0
7

દેશભરમાં ગરમીએ લોકોને ત્રાહિમામ કરી દીધા છે. વરસો વરસ ગરમીનો પારો ઉપર ને ઉપર જઇ રહ્યો છે. આબોહવા અને મોસમમાં પણ ફેરફાર થઈ ગયો છે. દુનિયાભરના દેશો તેને માટે ચિંતા કરે છે, અને વિવિધ ઉપાયો માટે યોજનાઓ બનાવે છે, પર્યાવરણને ભારે અસર થઇ છે ભવિષ્ય માનવ માટે ખતરારૂપ બનવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે પર્યાવરણને, આબોહવા અને મોસમને જેના કારણે નુકસાન થઈ રહ્યું છે તેને અટકાવવા માટે કોઇ દેશ આકરા પગલા લેવા કે તેના પર પ્રતિબંધ મૂકવાના પગલા નથી લેતા. હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે સરકાર બધે પહોંચી ન શકે પણ લોકો ધારે તો પહોંચી શકે છે અને એટલા માટે કે પોતાની ભાવિ પેઢીની સલામતી માટે અને સુખાકારી માટે. આજે વિશ્વ પર્યાવરણ દિવસે ઉજવાય રહ્યો છે ત્યારે મોટી મોટી વાતો જે તે સરકારો કરશે પણ અમલમાં શુન્ય રહેશે તે એક હકીકત છે….!!
જે તે દેશની સરકારોએ પર્યાવરણને નુકસાન થતું અટકાવવા માટે પોત-પોતાની રીતે પગલા લેશે યોજનાઓ બનાવશે, પરંતુ આમ પ્રજા પોતે જાગૃત થઈ જાય કે બસ હવે ઘણું થયું. હવે પર્યાવરણ બચાવવા માટે તમામ રીતે આગળ વધીશું તો દુનિયાનો કોઈ પણ દેશ પ્રજાની તોલે નહીં આવે તે હકીકત છે….! લોકોએ સ્વયં પોતાની પર્યાવરણને નુકસાન કરતી વપરાશો ઉપર પાબંધી કે યોગ્ય નિકાલ કરવાનું નક્કી કરવા સાથે સરકાર દ્વારા પણ પર્યાવરણને નુકસાન થતું હોય કે થવાનું હોય તો તેની સામે જાગૃત થઈને લડવું પડશે નહીં તો ભવિષ્યમા આપણને તેમ જ આપણી પેઢીને નુકસાન થવાનું છે તે નિશ્ચિત છે….!?
વર્તમાન સમયમાં એટલે કે હાલમાં ઉનાળાની સિઝનમાં ૪૦- ૪૫ થી ૫૦ ડિગ્રી સુધી પારો ઉપર પહોંચી ગયો છે. જે ભવિષ્યમાં વધતો જ રહેશે અને ૬૦ કે ૬૫ ડિગ્રીને પાર કરશે ત્યારે માનવી તો ઠીક પરંતુ દરેક જીવોની હાલત શું થશે….? આ વિચારજ ધ્રુજાવી દે છે અને ૫૦ ડિગ્રી થતાં તમારા એસી-ફ્રીઝ પણ જોઈતી જરૂરિયાત મુજબ કામ નહી આવે તે હકીકત છે…! ત્યારે લોકો પોતે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરી નાખે તેનો કચરો જ્યાં ત્યાં ન નાખે. તેમાંય ખાસ તો પ્રવાસ સમયે નદી, નાળા, તળાવ આવવા આવો કચરો ભૂલથી પણ ન ફેકે તે સાથે યોગ્ય સ્થળે નિકાલ કરે. નજીકમા ચોમાસુ આવી રહ્યું છે ત્યારે દરેક લોકો નક્કી કરે કે આપણે બે થી ત્રણ વ્રૃક્ષો એવા વાવીએ કે જેનાથી છાયડો પણ વધુ મળે અને ઓક્સિજન પણ વધુ. તે સાથે વૃક્ષનું વાવેતર કર્યા પછી તેને ઉછેરીને મોટું થાય, સંપૂર્ણ સુરક્ષિત બને ત્યાં સુધી પાલન કરીયે અત્યારે દેશ ભરમાં પાંચ હજાર ઉપરાંત વૃક્ષોની જરૂર છે. ત્યારે જા ગુજરાતના લોકો કે જે દેશભરમાં સૌથી વધુ જાગૃત ગણાય છે, પર્યાવરણ પ્રેમી ગણાય છે, તેઓ ધારે તો રાજ્યભરમાં વિવિધ સ્થળો ઉપર વૃક્ષોનું વાવેતર કરી કરી શકે પરંતુ નિર્ણય કરે તો….!?
રાજ્યમાં અત્યારે ૧૩,૦૦૦ જેટલા ગામડાઓ છે અને ખેતીવાડી છે. ત્યાંના લોકો પણ વૃક્ષોનું વાવેતર કરે તે સાથે ખેતીવાડીમાં સેન્દ્રીય ખાતર વાપરે તો ઉત્પાદન પૌષ્ટિક બને અને વધે તેમજ જમીનની ફળદ્રુપતા વધે. ઉપરાત જરૂરી જગ્યાએ તળાવ હોય તો તેમાનો કાપ દૂર કરે. બીજી તરફ સરકાર વૃક્ષ ઉછેરનારને પ્રોત્સાહન આપે, અડાબીડ ઊભા થતાં સિમેન્ટ કોંક્રિટના જંગલો માટે મર્યાદા લાવે તેમજ જે તે બાંધકામ માટે વૃક્ષ વાવેતર-ઉછેર ફરજ્યાત કરે. વરસાદી પાણી સંગ્રહ ફરજિયાત કરે, મંજૂરી વગર વૃક્ષ કાપનાર ને આકરી સજા અને દંડ નક્કી કરે, પ્રદુષણ ઓકતા કે હવામાં છોડતા એકમો સામે બંધ કરવા સુધીના પગલા ભરે, તે સાથે ગામડા,જીલ્લા, શહેરી વિસ્તારોમાં સરકારી પ્રતિનિધિના વડપણ હેઠળ પ્રદૂષણ નિયંત્રણ માટે ની પબ્લિક કમિટી બનાવે જેમાં જાણકારોને જ સ્થાન મળે તેવી વ્યવસ્થા કરે અને તેના અહેવાલ ઉપર તાત્કાલિક પગલાં લેવાય તેવું આયોજન કરે. તો બીજી તરફ નદીઓમાં કેમિકલયુક્ત પાણી છોડનાર તમામ પ્રકારના ઉદ્યોગો કે એકમોને બંધ કરી દેવા સાથે આકરા દંડનીય પગલાં ભરે તેવી વ્યવસ્થા કરે. પણ સવાલ એટલો જ છે કે લોકો વૃક્ષોના વાવેતર અને પાલન માટે હીર બતાવે તો સરકાર વિવિધ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે પગલાં લેશે કે નહી…?
અને હા છેલ્લે એક બાબત કે પેટ્રોલ- ડીઝલ વાપરતા વાહનોની સામે ઈલેક્ટ્રીક વાહનો મૂકાવો અને એર કુલર વપરાશ ઉપર પણ આંશિક પાબંધી લગાવો નહી તો આકરો ચાર્જ લગાવો તો મોટાભાગે પર્યાવરણ ઉપર અંકુશ આવે…. પણ…. લોકો તો જાગશે પણ સરકાર જાગશે ખરી…?!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY