ન્યુ દિલ્હી,તા.૧૭
ભારત રત્ન અને ત્રણ વાર વડાપ્રધાન રહી ચૂકેલાં અટલ બિહારી વાજપેયીજીના રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. દીકરી નમિતાએ અટલજીને મુખાગ્નિ આપ્યો હતો. અટલજીના અંતિમ સંસ્કાર સમયે તેમને ૨૧ તોપોની સલામી આપવામાં આવી હતી. જ્યારે દેશની ત્રણેય સેનાના અધ્યક્ષ દ્વારા તેમને સલામી આપવામાં આવી હતી. આ ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, લોકસભાના સ્પીકર સુમીત્રા મહાજન અને બીજેપીના અગ્રણી નેતા લાલ કૃષ્ણ અડવાણીજી દ્વારા તેમને સ્મૃતિ સ્થળ પર અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા પણ તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
બપોરે બે વાગ્યા બાદ ભાજપના વડામથકેથી તેમની અંતિમયાત્રા શરૂ થઇ હતી જે દરમિયાન રસ્તાની બંને બાજુએ લાખો લોકોએ ‘અટલ બિહારી અમર રહે’ના ગગનભેદી નારા લગાવી પોતાના લોકલાડીલા નેતાને રડતી આંખે અંતિમ વિદાય આપી હતી. બપોરે ૪ વાગ્યા બાદ સ્મૃતિ સ્થળ ખાતે યમુના કિનારે સંપૂર્ણ રાજકીય માન-સન્માન સાથે અટલજીના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને આ મહામાનવનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો હતો. અંતિમયાત્રામાં મોદી અને અમિત શાહ પગપાળા ચાલ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, બીજેપી અધ્યક્ષ અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ, શિવરાજ સિંહ ચૌહાણ સહિતના દિગ્ગજા આ અંતિમયાત્રામાં જાડાયા હતા. જેમના સિવાય લાખો લોકો દિલ્હીના રસ્તાઓ પર અટલજીની આ આખરી યાત્રામાં જાડાઇ તેમને શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી.
માત્ર ભારતના નહીં પણ વિશ્વના નેતાઓ પણ અટલજીની અંતિમયાત્રામાં સામેલ થયા હતા. અફઘાનિસ્તાનના પૂર્વ પીએમ હામિદ કરઝઈ અટલજીની અંતિમ યાત્રામાં સામેલ થયા હતા. તો નેપાળના વિદેશ પ્રધાન પ્રદીપ કુમાર અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા દિલ્હી પહોંત્યા હતા. પ્રદીપ કુમાર અટલજીની અંતિમ યાત્રામાં સામેલ પણ થયા હતા. બાંગ્લાદેશના વિદેશ પ્રધાન અબ્દુલ હસન મહેમુદ પણ દિલ્હી પહોંચી અટલજીની અંતિમ યાત્રામાં સામેલ થયા હતા.
પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનું ગઇકાલે ૯૩ વર્ષની વયે દિલ્હીની એઇમ્સ હોÂસ્પટલમાં પાંચ વાગ્યેને પાંચ મિનિટે નિધન થયું હતું. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને દિલ્હીના કૃષ્ણ મેનન માર્ગ પર આવેલા અટલ આવાસ લઈ જવામાં આવ્યો હતો. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી સહિત મોદી સરકારના તમામ મંત્રીઓ અટલ આવાસ પહોંચ્યા હતા. ત્યારે તેમના અંતિમ દર્શનમાં લોકોની ભીડ જામી છે. શુક્રવારે ૧૧ વાગ્યે અટલજીના પાર્થિવ શરીરને ભાજપના હેડક્વાર્ટર ખાતે લવાયો હતો. કૃષમ મેનન માર્ગથી પંડિત દિનદયાળ ઉપાધ્યાય માર્ગ સુધી પાર્થિવ દેહને એક ફૂલોથી સજ્જ મોટા વાહનમાં લઈ જવાયો હતો.
આ માર્ગ પર હજારો લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા સ્વયંભૂ ઉમટ્યા હતા. લોકો ‘અટલ બિહારી અમર રહે’ના સૂત્રોચ્ચાર કરતા જણાતા હતા. ભાજપ હેડક્વાર્ટર ખાતે વડાપ્રધાન મોદી તેમજ ભાજપના કેન્દ્રીય મંત્રીઓ તેમજ દિગજ્જ નેતાઓએ વાજપેયીજીના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમના નિધનને પગલે કેન્દ્ર સરકારે એક સપ્તાહનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
યમુના કિનારે રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર દોઢ એકર જમીનમાં અટલ બિહારી વાજપેયીજીની સમાધિ બનાવવામાં આવશે. યુપીએ સરકારે નદીના કિનારે સમાધિ સ્થળ બનાવવા માટે પ્રતિબંધ લગાવી દીધો છે, પરંતુ મોદી સરકારે આ નિર્ણયને ટાળીને અહીં સમાધિ સ્થળ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ વિશે મોદી સરકાર ટૂંક સમયમાં અધ્યાદેશ લાવી શકે છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





