રેડ લાઈટ વિસ્તારની દુકાનોમાં ટોળાએ લૂંટફાટ અને તોડફોડ કરી આગ ચાંપી
ભોજપુર,તા.૨૧
બિહારના ભોજપુર જિલ્લાના બિહિયામાં એક વિદ્યાર્થીની હત્યા કરીને તેની લાશને રેલવે ટ્રેક પર ફેંકવાની ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ પણ કરી હતી. બિહિયા નગરના રેડ લાઈટ વિસ્તારની દુકાનોમાં લોકોના ટોળાંએ લૂંટફાટ અને તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી.
મૃતક યુવકની હત્યામાં સામેલ હોવાની શંકાના આધારે બેકાબૂ બનેલા ટોળાંએ એક યુવતીનાં કપડાં ફાડી નાંખ્યાં હતાં અને તેને નિર્વસ્ત્ર કરી આખા બજારમાં ફેરવી હતી. બેકાબૂ બનેલી ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આ ચોંકાવનારી ઘટના બાદ બિહિયા એસએચઓ, એક એસઆઈ અને પાંચ અન્ય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
માનવતાને શર્મસાર કરનારી આ ઘટનામાં સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવતાં પટણા ક્ષેત્રના આઈજી નૈય્યર હસનૈન ખાંએ કડક પગલાં ભરીને બિહિયાના એસએચઓ સહિતના આઠ પોલીસકર્મીઓને દોષી ઠેરવ્યા હતા અને આ તમામને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા.
જિલ્લાના એસપીએ તમામ દોષી લોકો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ જારી કર્યા છે. બિહિયાના એસએચઓ વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે. આ ધૃણાસ્પદ ઘટના ૨૦ ઓગસ્ટની હોવાનું કહેવાય છે.
ભોજપુરના બિહિયામાં સોમવારે સવારે એક વિદ્યાર્થીની હત્યા કરીને તેની લાશ રેલવે ટ્રેક પર ફેંકી દેવામાં આવી હતી. મૃતક વિમલેશ કુમાર સાહ (૧૭ વર્ષ) શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા દામોદરપુર ગામના રહેવાસી ગણેશ સાહનો પુત્ર હતો.
તેના પરિવારજનોનો આરોપ છે કે વિમલેશની હત્યા કર્યા બાદ તેની લાશને રેલવે ટ્રેક પર ફેંકી દેવામાં આવી હતી, જેથી પહેલી નજરે આ ઘટના આત્મહત્યાની લાગે. વિમલેશ રવિવારે કૌશલ વિકાસ કેન્દ્રમાં પ્રશિક્ષણ માટે ફોર્મ ભરવા આરા ગયો હતો. આરાથી તેણે તેના પરિવારજનો સાથે વાત પણ કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



