શું ભાજપા એકીજત પોલ ખોટા પડે તેની પ્રાથના કરતો હશે….??

0
35

તેલંગણા અને રાજસ્થાનમાં શુક્રવારે મતદાન પૂરું થયું એ સાથે જ છેલ્લા એક મહિનાથી મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા ને મિઝોરમ એ પાંચ રાજ્યોમાં ચાલતો ચૂંટણીનો ચકરાવો લગભગ પૂરો થયો. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ ને મિઝોરમમાં પહેલા જ મતદાન પૂરું થઈ ગયેલું. બે રાજ્યોમાં મતદાન બાકી હતું એ શુક્રવારે પૂરું થયું હવે ત્રણ દાડા પછી એટલે કે ૧૧ ડિસેમ્બરે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમ એ પાંચેય રાજ્યોમાં સાગમટે મતગણતરી થશે એ સાથે જ આ ચકરાવાનો છેલ્લો અધ્યાય પણ પૂરો થશે. અલબત્ત સૌથી મહત્વનો એ છેલ્લો અધ્યાય જ છે કેમ કે લગભગ એક મહિના લગી સુધી રાજકીય પક્ષોએ શું ફીણ્યું તેની ખબર એ દિવસે પડશે. એ દિવસે ભાજપ, કાંગ્રેસનું તો પાણી મપાશે જ પણ તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) ને બહુજન સમાજ પાર્ટી(બસપા) સહિતના પક્ષોનું પાણી પણ મપાઈ જશે.
જે પાંચ રાજ્યોમાં મતદાન થયું તેમાંથી ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની સરકારો છે. રાજસ્થાન સિવાયનાં બાકીનાં બે રાજ્યોમાં ભાજપ છેલ્લા પંદર વરસથી જામેલો છે. ભાજપ હજુ બીજાં પાંચ વર્ષ લગી રહેશે કે પછી આ વખતે તેનું અચ્યુતમ કેશવમ થઈ જાય છે તેનાં પારખાં છે. આ પારખામાં ભાજપ પાર ઉતરે છે કે પછી ઢબી જાય છે તેની ખબર ૧૧ ડિસેમ્બરે પડશે. મિઝોરમમાં કાંગ્રેસ છેલ્લાં ૧૦ વરસથી જામેલી છે ને લાલ થાનવાલા સળંગ ત્રીજી ટર્મ માટે જીતીને હેટ્રિક કરવા થનગની રહ્યા છે. ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં ભાજપે પ્રાદશિક પક્ષોને પોતાના પડખામાં લીધા છે. મિઝોરમમાં પણ ભાજપે એ જ દાવ ખેલ્યો છે. મિઝોરમમાં ભાજપનો કોઈ ભાવ પૂછતું નથી તેથી તેમણે મિઝો નેશનલ ફ્રન્ટને પોતાના પડખામાં લીધો છે. એ રીતે મિઝોરમમાં ભાજપ સ્થાનિક પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટના સહારે તરી જવા માગે છે ને પોતાનું શાસન હોય તેવાં રાજ્યોમાં વધુ એકનો ઉમેરો કરવા માગે છે.
રાજસ્થાનમાં પાંચ વરસ ભાજપ ને પાંચ વરસ કાંગ્રેસ એમ ચલકચલાણું છેલ્લા બે દાયકાથી ચાલ્યા કરે છે. અત્યારે ભાજપની સરકાર છે તેથી આ ચલકચલાણા પ્રમાણે હવે કાંગ્રેસનો વારો છે પણ સામે વસુંધરા રાજે પણ આ સિલસિલો તોડવા માગે છે. ભૂતકાળમાં ભૈરોસિંહ શેખાવતે સિલસિલો તોડેલો. ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ તૂટી એ વખતે ભૈરોસિંહ શેખાવત રાજસ્થાનના મુખ્યમંત્રી હતા. બાબરી મસ્જિદ તૂટી તેમાં ઉત્તર પ્રદેશની કલ્યાણસિંહ સરકારનો વાંક હતો પણ એ વખતની નરસિંહરાવ સરકારે ભાજપની મધ્ય પ્રદેશ, રાજસ્થાન ને હિમાચલ પ્રદેશ સહિતની ચારેય સરકારોને ઘરભેગી કરી દીધેલી. એ પછી ૧૯૯૩માં આ ચારેય રાજ્યોમાં ચૂંટણી થઈ ત્યારે ભાજપ બાકીનાં ત્રણેય રાજ્યોમાં ધબોનારાયણ થઈ ગયેલો પણ ભૈરોસિંહ શેખાવતે ભાજપની આબરૂ સાચવેલી. શેખાવત ભાજપને સ્પષ્ટ બહુમતી નહોતા અપાવી શકિયા પણ અપક્ષોના ટેકાથી સરકાર બનાવેલી ને પાંચ વર્ષ ખેંચી પણ કાઢેલાં. વસુંધરા હવે ભૈરોસિંહ શેખાવતવાળી કરી બતાવે છે કે નહીં એ જાવાનું છે.
તેલંગણામાં ચંદ્રશેખર રાવે છ મહિના પહેલાં જ વિધાનસભા ભંગ કરાવીને મોટો દાવ ખેલ્યો છે. રાવને એમ છે કે પોતે સાડા ચાર વર્ષમાં જે કામ કર્યાં છે તેના કારણે લોકો તેમને લીલા તોરણે પોંખીને પાછા ગાદી પર બેસાડશે. રાવનો આત્મવિશ્ર્વાસ બહુ ભારે છે ને એ આત્મવિશ્ર્વાસ સાચ સાબિત થાય છે કે નહીં તેની કસોટી છે. તેલંગણામાં વિપક્ષી એકતાની પણ કસોટી છે. ભાજપ સામે ભુરાટા થયેલા ચંદ્રાબાબુ નાયડુએ ભાજપને પછાડવા પોતાની વરસો જૂની દુશ્મન કાંગ્રેસ સાથે હાથ મિલાવી લીધા છે. ચંદ્રાબાબુ નાયડુ અત્યારે ભાજપ વિરોધી વિપક્ષી એકતાના સેનાપતિ બન્યા છે ને ભાજપને ભોંયભેગો કરવા દોડાદોડી કરી રહ્યા છે. આ દોડાદોડી ફળે છે કે નહીં તેની ખબર પણ ૧૧ ડિસેમ્બરે પડશે.
તેલંગણામાં ભાજપે પણ બહુ જાર કર્યું છે ને દક્ષિણ ભારતમાં પોતાનો પગપેસારો કરવા ફાંફાં મારે છે. કર્ણાટકમાં ભાજપને જીતવાની આશા હતી ને તેણે બહુ જાર કરેલું ને ભાજપને જીતવાની તક પણ હતી. કુમારસ્વામીની જનતા દળ સેકિયુંલર ને કાંગ્રેસ સામસામે બાખડતાં હતાં. ભાજપને આ માહોલ એકદમ અનુકૂળ આવે છે ને બેની લડાઈમાં ત્રીજા ફાવે એ રીતે ભાજપ હંમેશાં જીતે છે.
ઉત્તર પ્રદેશમાં એવું થયેલું જ એટલે કર્ણાટકમાં પણ ભાજપ માટે દોડવું તું ને ઢાળ મળ્યો જેવો ઘાટ હતો. ભાજપનાં નસીબ અવળાં કે ભાજપ બહુ ઉત્સાહમાં આવી ગયો તેમાં ઢાળ પર ગોઠિમડું ખાઈ ગયો. પરિણામે સ્પષ્ટ બહુમતી ના મળી ને બાકી હતું તે જેડીએસ ને કોંગ્રેસે હાથ મિલાવીને પૂરું કરી નાંખ્યું. ભાજપ કર્ણાટકની આ કસર તેલંગણામાં પૂરી કરવા માગે છે ને દક્ષિણ ભારતમાં પોતાનું ખાતું ખૂલે એવું ઈચ્છે છે. ભાજપની આ આશા ફળે છે કે નહીં તેની ખબર ૧૧ ડિસેમ્બરે પડી જશે. એકંદરે અત્યારે જાઈએ તો ભાજપ ને કાંગ્રેસ બંને માટે ફિફ્ટી-ફિફ્ટી ચાન્સ છે. એક તરફ લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીથી શરૂ થયેલો કોંગ્રેસનો પનોતીકાળ પત્યો કે નહીં તેની ખબર આ
ચૂંટણીમાં પડશે. બીજી બાજુ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીથી શરૂ થયેલો ભાજપનો અશ્ર્વમેઘ પણ અટકે છે કે નહીં તેની ખબર પણ ૧૧ ડિસેમ્બરે પડશે.
જા કે ૧૧ ડિસેમ્બરે જે આવશે એ તો અંતિમ પરિણામ હશે પણ એ પહેલાં ટીવી ચેનલોએ એકજીત પોલના નામે ચગાવેલા પતંગ અત્યારે ઊડતા થઈ ગયા છે. આપણે ત્યાં દરેક ચૂંટણીમાં એકિજટ પોલ થાય છે ને એ સાચા પડે છે કે નહીં તેની પંચાતમાં આપણે નથી પડતા પણ એકિજટ પોલની પણ એક મજા છે. મતદાન પતે ને મતગણતરી શરૂ થાય એ પહેલાં પ્રજા ને રાજકારણીઓ બંને માટે ઉચાટનો માહોલ હોય છે. આ ઉચાટનો સમયગાળો પણ પાછો ત્રણ-ચાર દાડાનો હોય છે. એકિજટ પોલ એ ત્રણ-ચાર દાડાનો સમય કાઢી નાંખવા માટે મહત્વનો સાબિત થાય છે. રાજકીય પક્ષો તેના કારણે પરિણામો માટે માનસિક રીતે તૈયાર થાય છે. એÂક્ઝટ પોલ સાચા જ પડે તેની ગેરંટી નથી હોતી ને ઘણી વાર મોટો આંચકો આપનારા સાબિત થતા હોય છે. અલબત્ત એ થાય ત્યારે થાય પણ એ પહેલાં રાજકારણીઓ ગમે તેવા આંચકા પચાવવા માટે તૈયાર થાય છે.
આ વખતે પણ એકિજટ પોલ થયા જ છે ને તેનાં પરિણામ તેલંગણા ને રાજસ્થાનમાં મતદાન પત્યું એ સાથે જ બહાર પણ આવી ગયા. આ એકિજટ પોલ મિશ્ર છે ને એકદમ સ્પષ્ટ ચિત્ર આપનારા નથી પણ છતાં કાંગ્રેસ માટે નિરાશાજનક નથી એ સૌથી મોટી વાત છે.
આ પૈકીના કેટલાક ઓÂક્ઝટ પોલ મધ્ય પ્રદેશમાં ભાજપની જીત થશે તેવી આગાહી કરે છે. શિવરાજસિંહ ચૌહાણ ભાજપને સતત ચોથી ટર્મ માટે જીત અપાવશે એવું આ એકિજટ પોલ કહે છે પણ સામે ભાજપ જેવા દાવા કરતી હતી એવો ભવ્ય તેનો વિજય નહીં હોય ને બંને વચ્ચે જારદાર ટક્કર થશે એવી આગાહી પણ કરાઈ છે. ભાજપ કાંગ્રેસને સાવ ધોઈ નાંખે એવી શકીયતા નથી એવું પણ આ એકિજટ પોલ કહે છે. સામે કેટલાક એકિજટ પોલ ભાજપના ધોવાણની આગાહી પણ કરે છે. આ ધોવાણ પણ જારદાર નહીં હોય પણ ભાજપ માટે તો સત્તા જાય એ જ મોટી વાત છે.
રાજસ્થાનમાં અને છત્તીસગઢમાં ભાજપ માટે કપરાં ચઢાણ છે તેવા સંકેત એકિજટ પોલ આપે છે. રાજસ્થાનમાં ભાજપ હાર માટે માનસિક રીતે તૈયાર છે તેથી ત્યાં ભાજપ હારે તો તેના કારણે તેને બહુ આંચકો નહીં લાગે પણ પંદર વર્ષથી જ્યાં ભાજપ જામી પડ્યો છે તે છત્તીસગઢમાં ભાજપની હાર થાય એ બહુ કારમી કહેવાય. ભાજપ જે રાજ્યોમાં જારાવર નથી એ તેલંગણામાં પણ કાંગ્રેસ માટે બહુ નિરાશાજનક માહોલ નથી. કેટલાક એકિજટ પોલ તો તેલંગણામાં ચંદ્રાબાબુ ને કાંગ્રેસની જુગલબંધી ચંદ્રશેખર રાવનો વરઘોડો ઘરભેગો કરશે એવી આગાહી પણ કરે છે. એવું થશે તો એ બહુ મોટો આંચકો હશે.
અલબત્ત આ એકિજટ પોલ છે ને આ દેશમાં એકિજટ પોલ ખોટા પડ્યા છે એવો ઈતિહાસ પણ છે. અત્યારે તો ભાજપ એવી પ્રાર્થનો કરતો હશે કે એકિજટ પોલ ફરી વાર ખોટા પડે. સામે કાંગ્રેસ પણ પ્રાર્થના કરતી હશે કે અત્યાર લગીના એકિજટ પોલ બધા ભાડમાં જાય પણ આ વખતે એકિજટ પોલ સાચા પડે. જાઈએ, કોની પ્રાર્થના દમદાર સાબિત થાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY