સંજય દત્તે ‘શમશેરા’નું શૂટિંગ શરૂ કર્યું

0
9

મુંબઈ,તા.૮
સિનિયર અભિનેતા સંજય દત્તે યશ રાજની આગામી ફિલ્મ શમશેરાનું પોતાને ભાગે આવતા હિસ્સાનું શૂટિંગ શરૃ કર્યું હોવાની માહિતી મલી હતી.
આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા તો રણબીર કપૂર કરવાનો છે. પરંતુ હાલ રણબીર પોતાની કરણ જાહર નિર્મિત ફિલ્મ બ્રહ્માસ્ત્ર કરી રહ્યો છે. આ ફિલ્મ ભારતીય સુપરહીરોને રજૂ કરતી ટ્રિલોજીનો પહેલો હિસ્સો છે. સાથોસાથ રણબીર અમેરિકામાં કેન્સરની સારવાર લઇ રહેલા પોતાના પિતા સિનિયર અભિનેતા રિશિ કપૂરની તબિયતના સમાચારથી વાકેફ રહે છે.
એટલે શમશેરાના આ શિડયુલમાં રણબીર કપૂરની ગેરહાજરી ધ્યાન ખેંચતી હતી. પરંતુ એની નિકટનાં સૂત્રોએ કહ્યું કે ટૂંક સમયમાં રણબીર પણ શમશેરાના શૂટિંગ માટે હાજર થશે.
મુંબઇના ગોરેગાંવ ઉપનગરમાં આવેલી ફિલ્મ સિટિમાં આ ફિલ્મ માટે એક ખાસ કિલ્લાનો ભવ્ય સેટ ઊભો કરાયો છે. ત્યાં શૂટિંગનો આરંભ થયો હતો. પોતાના પરિવારને થયેલા અન્યાય માટે લડતા સૌરાષ્ટ્ર-કાઠિયાવાડના બહારવટિયા જેવી કથા ધરાવતી આ ફિલ્મમાં રણબીર કપૂર બહારવટે ચડેલા યુવાનનો રોલ કરી રહ્યો છે. આ ઉપરાંત રણબીર અજય દેવગણ સાથે લવ રંજનની નવી ફિલ્મ પણ શરૃ કરવાનો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY