મોર્નિંગ વાક કરનારા નાગરિકો કાર જાઈ આશ્ચર્ય પામ્યા બોમન ઈરાનીના ડ્રાઈવરે કાંકરિયાના વોક-વે પર નંબર પ્લેટ વગરની કાર દોડાવી

0
71

અમદાવાદ,તા.૩
દેશભરના સહેલાણીઓમાં પ્રસિદ્ધ કાંકરિયા લેકફ્રન્ટ ખાતે આજે સવારે મો‹નગ વોક કરનારા નાગરિકો અચાનક સામેથી પુરપાટ વેગે દોડી આવેલી નંબર પ્લેટ વગરની ઈનોવા કારને જાઈને આશ્ચર્ય પામ્યા હતા, પરંતુ આ કાર હિન્દી સિનેજગતના પ્રસિદ્ધ કલાકાર બોમન ઈરાનીને લઇને આવી હતી અને ડ્રાઇવર કાર કાંકરિયાના વોક-વે પર લઈ આવ્યો હતો.
પરંતુ કાંકરિયા લેકફ્રન્ટના ગેટ નંબર સાતથી અચાનક એક ઈનોવા કાર અંદર ઘૂસી આવી હતી. નંબર પ્લેટ વિનાની આ બેધડકપણે વોક-વે પર દોડવા લાગતાં મોર્નિગ વોકર્સ અચરજ પામ્યા હતા. કાંકરિયા લેકફ્રન્ટના સિક્્યોરિટી સ્ટાફમાં પણ દોડધામ મચી ગઈ હતી.
જાણકાર સૂત્રો કહે છે બોમન ઈરાનીની ફિલ્મ ‘મેઈડ ઇન ચાઈના’ માટે આજે દિવસભર કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ફિલ્મ પ્રોડ્યૂસરના શેડ્યૂલ મુજબ શૂટિંગ ચાલવાનું હતું. આ માટે પ્રતિદિવસ રૂ. ૨૦,૦૦૦નું ભાડું પણ તંત્રમાં જમા કરાવ્યું હતું, જાકે કાંકરિયા લેકફ્રન્ટમાં કોઈ પણ પ્રકારનું વાહન અંદર લઈ જવાની મનાઈ હોવાથી આજની ઘટનાથી કાંકરિયા લેકફ્રન્ટની સુરક્ષા સામે પ્રશ્નાર્થ તો જરૂર સર્જાયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY