મોરબી: ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતી પ્રસંગે વિવિધ સી.આર.સી મેરુપર મા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું …..કલસ્ટરની ૧૦ શાળાના બાળકોએ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો ….બાળકોએ પોતાની અદભૂત સર્જન શક્તિનું દર્શન કરાવ્યું …ક્લસ્ટર કક્ષાએ ભાગ લેનાર તમામ બાળકોને સીઆરસી કોર્ડીનેટર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું …તમામ ચાર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનારને અનુક્રમે ૩૦૦,૨૦૦ અને ૧૦૦ ₹ નુ રોકડ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું ……ક્લસ્ટર કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી આગામી સમયે તાલુકા કક્ષામાં ભાગ લેવા માટે જશે …..
ક્લસ્ટર કક્ષાએ
ચિત્ર સ્પર્ધામા નાયકા મમતાબેન ખુમાનસિંગ,વક્તૃત્વ સ્પર્ધામા ખેર જાનવી રવિન્દ્રભાઇ ,કાવ્ય લેખનમા ખેર શ્રદ્ધા હુકમસિંહ
અને નિબંધ લેખન સ્પર્ધામા ખેર બન્શી ખુમાનસંગ અે પ્રથમ નંબર મેળવેલ છે …ચારેય કન્યાઓ મેરુ પર પે સેન્ટર શાળાની છે જે આગામી સમયમાં તાલુકા કક્ષાએ ભાગ લેવા માટે જશે ..કલસ્ટરના સૌ શિક્ષકોએ સાથે મળીને કલા ઉત્સવને સફળતાપૂર્વક સંપન્ન કર્યો હતો …કાર્યક્રમને સફળ બનાવવા સીઆરસી કોર્ડીનેટર કરશનભાઇ ડોડીયા તથા પે સેન્ટર શાળાના આચાર્ય ધનજીભાઇ ચાવડાએ જહેમત ઉઠાવેલ.
મયુર રાવલ હળવદ
M. 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




