બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના તગડી ગામ પાસે હાઇવે ઉપર બે કાર વચ્ચે જોરદાર અકસ્માતનો બનાવ બનેલ હતો આ બનાવમાં કુલ આઠ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ હતી એમાંથી ત્રણ નું ઘટનાસ્થળે મૃત્યુ થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી આ બનાવમાં બરવાળા શહેર ના ઈસ્માઈલી ખોજા પરિવાર ના વ્યક્તિઓ અજમેર શરીફ દરગા એ દર્શન કરવા જઈ રહ્યા હતા બરવાળા થી અજમેર જવા સવારે ઘરેથી નિકળ્યા બાદ 20 મીનીટ બાદ થયો અકસ્માત થતા નાની બાળકી સહીત ત્રણ વ્યક્તી નુ ઘટનાસ્થળે મૃત્યુ થયુ હતું આ aઆ બનાવની જાણ થતા તાત્કાલીક ધોરણે બરવાળા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલો ને તથા મૃતકો ને ધંધુકા ની RMS હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ બનાવની જાણ થતા ઈસ્માઈલી ખોજા સમાજ તેમજ બરવાળા શહેરમાં શોકની લાગણી ફેલાઈ હતી
રિપોર્ટર-વિપુલ લુહાર(બોટાદ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





