બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામના કોળી યુવાનને પ્રેમસબંધ હોવાથી યુવતીને ભગાડી જતા યુવતીના પિતા અને અન્ય ત્રણ વ્યક્તિઓએ તિક્ષ્ણ હથીયાર વડે કોળી યુવાન ઉપર હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોચતા સારવાર માટે હોસ્પીટલે ખસેડાયો હતો.
પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાણપુર તાલુકાના ઉમરાળા ગામના કોળી યુવાન જયેશ એભલભાઈ વસાણી ઉ.વર્ષ.25ને આજ ગામના ચતુરભાઈ બાવળીયાની પુત્રી સાથે પ્રેમ સંબધ હોય તેને ચાર વર્ષ પહેલા ભગાડી જતા જેનુ મન દુઃખ રાખી તા. 26/8/19બા સાંજના 7.30 કલાકે ઉમરાળા ગામની પંચાયત ઓફિસ પાસે ચતુર કમા બાવળીયા, ભારતીબેન ચતુરભાઈ બાવળીયા, મેહુલ ચતુર બાવળીયા અને દિનો ચતુર બાવળીયા ચારેય હાથમા ધારીયુ અને પાઈપ જેવા જીવલેણ હથીયારો વડે જયેશભાઈ વસાણી ઉપર આડેધડ ઘા મારી માથામા, પગે અને પેટના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પીટલે લઈ જવામા આવ્યો હતો. આ અંગે જયેશ વસાણીએ રાણપુર પોલીસ સ્ટેશનમા ઉપરોક્ત ચારેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધાવતા આગળની તપાસ પી.આઈ.જે.વી.રાણા ચલાવી રહ્યા છે.
રિપોર્ટ-વિપુલ લુહાર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




