કનારા ગામના ખેડુતોની અનોખી ધાર્મિક શ્રધ્ધા

0
15

રાણપુરના કનારા ગામે આવેલ પીર દાદાની દરગાહે લાડુનો પ્રસાદ ધરાવી વાવણી કરવાની શરૂઆત કરતા ગામના ખેડુતો

બોટાદ જીલ્લાનો રાણપુર તાલુકો હિન્દુ-મુસ્લિમ કોમીએકતા માટે જાણીતો તાલુકો છે.રાણપુર શહેર તથા રાણપુર તાલુકાના ગામોમાં દરેક તહેવારો હિન્દુ-મુસ્લિમ સાથે હળીમળી ને ઉજવણી કરે છે.ત્યારે રાણપુરના કનારા ગામે આવેલ હઝરત અલીયલશા દાદાની દરગાહ(પીરદાદા)આવેલી છે.કનારા ગામના ખેડુતોની વર્ષોજુની ધાર્મિક માન્યતા છે કે ખેતરે વાવણી કરવા જાય એ પહેલા હરજત અલીયલશા દાદાની દરગાહે પ્રસાદી ધરાવ્યા પછી જ વાવણી કરવા જાય છે અને કનારા ગામની મહીલાઓ ત્યા રાસ-ગરબે અને રાહડે રમે છે.ત્યારે આજે વર્ષો જુની પરંપરા મુજબ કનારા ગામના લોકો ભેગામળી અલીયલશા દાદાની દરગાહે પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.કનારા ગામના તમામ ઘરોમાં લાડવા બનાવી શ્રીફળ લઈને દરગાહે જઈને પ્રસાદ ધરાવી ગામની મહીલાઓ દ્વારા રાસ,ગરબે અને રાહડે રમવામાં આવી હતી.હિન્દુ-મુસ્લિમ તમામ સમાજના લોકો માતાજીના ભુવા સહીત ગામલોકોએ એક સાથે મોટી સંખ્યામાં પ્રસાદ લીધો હતો.કનારા ગામના લોકો અલીયલશા દાદા પ્રત્યે અપાર શ્રધ્ધા ધરાવે છે..

વર્ષોથી અમે અલીયલશા દાદાને પ્રસાદ ધરાવી પછી જ વાવણી કરવી છી:કનારા ગ્રામજનો

અમારા આ કનારા ગામમાં હિન્દુ અને મુસ્લિમ સમાજ સાથે મળી વર્ષોથી અમારા બાપદાદા ના વખતથી વાવણી કરવા જવી એ પહેલા અલીયલશા દાદા ને પ્રસાદ ધરાવવામાં આવે છે.ગામ આખુ ભેગા પ્રસાદ લેવી છી અને એ દરમ્યાન અમારા ગામની મહીલાઓ રાસ-ગરબે અને રાહડે રમે છે અને વરસાદ નો આવે તો અમે અલીયલશા દાદા પાસે વરસાદ માંગવા પણ જવી છી.અને જબરજસ્ત ધાર્મિક એકતા જોવા મળે છે.

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY