સેવા સેતુ કાર્યક્રમ મા સ્થળ પર જ લાભાર્થીઓને વિવિધ સરકારી યોજના ની માહિતી તથા લાભ આપવામાં આવ્યા
અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં નગરપાલિકા કમ્પાઉન્ડમાં તારીખ ૨૯-૧૧-૨૦૧૯ ને શુક્રવારે સવારે ૯:૦૦ થી ૫:૦૦ સુધી પાંચમા તબક્કા નું સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નં.૧ થી ૯ ના અનેક લાભાર્થીઓએ ઉપસ્થિત રહીને ૫૭ જેટલી વિવિધ સરકારી યોજનાઓ નો લાભ લીધો હતો જેમાં સ્થળ પર જ વિવિધ પેન્શન યોજનાઓના લાભો નુ વિતરણ કરવામાં આવ્યું હતું. વિધવા મહિલાઓને પેન્શન યોજના નો સ્થળ પર જ નિકાલ કરી બાકી અન્ય પેન્શન યોજનાઓ નો લાભ મુખ્યમંત્રી અમૃતમ યોજના કાર્ડ, માં વાત્સલ્ય કાર્ડ, આધારકાર્ડ ,વૃદ્ધ પેન્શન, જન્મ મરણના દાખલા, આવકના દાખલા ,જાતિના દાખલા વગેરે ત્યાં જ સ્થળ પર કાઢી આપવામાં આવ્યા હતા.એક તરફ સરકાર દ્વારા ગરીબ પ્રજાને પૂરેપૂરો લાભ મળી રહે એ માટે આવા કાર્યક્રમો યોજે છે લાખો રૂપિયાની ગ્રાન્ટો ની ફાળવણી કરવામાં આવે છે પરંતુ રાજકારણીઓ તેમજ અનેક અધિકારીઓની મીલીભગત ને લઈને અમદાવાદ જિલ્લાની ગરીબ પ્રજા સુધી સરકારના પૂરેપૂરો લાભ મળતા નથી માત્ર કાગળ ઉપર જ બતાવી ને આમ ગરીબ જનતાને છેતરવામાં આવી રહ્યા છે અનેક વિસ્તારોમાં હાલમાં પણ પાકા રોડ તેમજ અને પાણીની સમસ્યાને લઈને જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે લાખો રૂપિયાની ગ્રાન્ટ ના નામે ધુમાડો કરતી સરકાર આવા વિસ્તારોમાં ગરીબ જનતા ને તેઓની માંગ પૂરી કરે તો આવનારા દિવસોમાં જનતા તેઓની આભારી રહેશે
ફૈયાઝ હુશેન રિપોર્ટર વિરમગામ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




