અમદાવાદ,તા.૧૬
શહેરના નાના ચિલોડા વિસ્તારમાં આવેલ પૂજન બંગલોઝમાં મોડી રાતે કારની ચોરી કરવા માટે આવેલી ચોર ટોળકી પૈકી એક ચોરને સ્થાનિકોએ રંગેહાથ ઝડપી લીધો હતો. કારનો કાચ તોડીને ચોર ડ્રાઇવર સીટ પર બેઠો હતો.
ત્યારે અચાનક કારનું બઝર વાગતાં સ્થાનિકો ઊઠીને દોડી આવ્યા હતા અને ચોરને રંગે હાથ ઝડપી લીધો હતો. કારમાંથી ઊતરીને ચોર ભાગે તે પહેલાં સ્થાનિકોએ તેને ઘેરી લીઘો હતો અને ત્યારબાદ તેને ઢોર માર મારીને પોલીસના હવાલે કર્યો હતો. જોકે રિક્ષામાં બેઠેલા તેના ત્રણ સાગરિતો નાસી છૂટ્યા હતા.
નાના ચિલોડા વિસ્તારમાં આવેલા પૂજન બંગલોઝ નંબર ૧૩માં રહેતા ધર્મેશભાઇ રણછોડભાઇ કોષ્ટીએ નરોડા પોલીસ સ્ટેશનમાં તેજેન્દ્ર વીરસિંગ તોમર નામના યુવક વિરુદ્ધમાં ચોરીની ફરિયાદ કરી છે. ગઇ કાલે મોડી રાતે ધર્મેશભાઇ સુતા હતા ત્યારે તેમની મારુતિ અર્ટિગા કારનું બઝર એકદમ વાગવા લાગ્યું હતું.
બઝરનો અવાજ એટલો વધારે હતો કે ધર્મેશભાઇની અડોશ પડોશમાં રહેતા લોકોની ઊંઘ પણ ઊડી ગઇ હતી અને તેઓ પોતાના ઘરની બહાર આવી ગયા હતા. ધર્મેશભાઇ પણ કારનું બઝર બંધ કરવા માટે ચાવી લઇને ઘરની બહાર આવ્યા ત્યારે કારમાં એક યુવક બેઠો હતો.
ધર્મેશભાઇ અને પડોશમાં રહેતા લોકોએ કારમાં બેઠેલા યુવકને ઘેરી લીધો હતો અને તેને કારમાંથી બહાર ઉતારીને ઢોર માર માર્યો હતો. ઘટનાની જાણ પૂજન બંગલોઝ સિવાય આસાપાસની સોસાયટીના રહીશોને થતાં તેઓ પણ દોડી આવ્યા હતા અને ચોરી કરતા ઝડપાયેલા યુવકને માર માર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


