પગાર વધારાની માંગ સાથે ૯૨ એકલવ્ય સ્કૂલના શિક્ષકો હડતાળ પર ઊતર્યા

0
73


શામળાજી,તા.૧૬
ગુજરાતની ૯૨ એકલવ્ય સ્કૂલના શિક્ષકો દ્વારા હડતાળ કરવામાં આવી છે. શિક્ષકો દ્વારા પગાર વધારાની માંગ સાથે અચોકક્સ મુદતની હડતાળ કરવામાં આવી છે. પગાર વધારની માંગ સાથે શૈક્ષણિક કાર્ય બંધ રાખીને શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો.
આ અંગે મળતી માહીતી મુજબ ગુજરાતની ૯૨ એકલવ્ય સ્કૂલના શિક્ષકો દ્વારા હડતાળ કરવામાં આવી છે. પગાર વધારાની માંગ સાથે શિક્ષકો અચોકક્સ મુદતની હડતાળ પર ઉતર્યા છે. જેમા શામળાજીના એકલવ્ય સ્કૂલના ૫૦થી વધુ શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય બંધ રાખીને આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ વિરોધમાં આદિજાતિ વિભાગ સંચાલિત મોડલ સ્કૂલના શિક્ષકોમાં રોષ જોવા મળ્યો હતો.
શિક્ષકોને હાલ મહિને ૭૫૦૦ રૂપિયા પગાર મળી રહ્યો છે. જેને લઇને શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જેમા છોટા ઉદેપુરના લિંડા, ગોજારિયાના શિક્ષકો, વાડા તળાવ, પુનિયાવાટ સ્કૂલના શિક્ષકો તેમજ અરવલ્લીના શામળાજીના ૫૦થી વધુ શિક્ષકો હડતાળ પર ઉતર્યા છે. આ અંગે શિક્ષકો દ્વારા અનેક વખત રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે મુખ્યમંત્રી સીએમ રૂપાણીને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY