ગાંધીનગર,
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી દલિતો સામે અત્યાચારના ઘણા બનાવો સામે આવ્યા છે. રવિવારે માણસા તાલુકાના પારસા ગામ ખાતે દલિત યુવકને વરઘોડો કાઢતા અટકાવવામાં આવ્યો હતો. આ મામલે ૧૦ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે આ મામલે એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો છે.
રવિવારે મહેસાણાનો પ્રશાંત સોલંકી નામનો યુવક જાન જોડીને માણસા તાલુકાના પારસા ગામ ખાતે આવી પહોંચ્યો હતો. ગામમાં આગમન બાદ વરરાજા પ્રશાંત ઘોડી પર સવાર થયો હતો અને ડીજેના તાલે પોતાની ભાવી પત્નીના ઘરે વરઘોડો કાઢીને નીકળ્યો હતો. આ દરમિયાન કેટલાક દરબાર જ્ઞાતિના યુવક આવી પહોંચ્યા હતા અને વરઘોડા કાઢવો નહીં તેમજ ડીજે વગાડવું નહીં તેવી ધમકી આપી હતી. યુવકોએ વરરાજાને ઘોડી પરથી પણ નીચે ઉતારી મૂક્યો હતો. યુવકોએ ધાક-ધમકી આપીને ધોડીના માલિકને પણ ભાગડી મૂક્્યો હતો. આ અંગે યુવકના પરિવારના લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો.
દલિત વરરાજાને અપમાનિત કરવામાં આવ્યાની ફરિયાદ મળતા જ જિલ્લા પોલીસને કાફડો ગામ ખાતે આવી પહોંચ્યો હતો. બાદમાં પોલીસ સુરક્ષા વચ્ચે જ આખી લગ્નવિધિ પૂરી કરવામાં આવી હતી.
પારસા ગામ ખાતે દલિત વરરાજાના અપમાન અંગે ગુસ્સો ઠાલવતા દલિત નેતા જિગ્નેશ મેવાણીએ ટ્વિટ કરીને કહ્યુ હતું કે, ગઈકાલે ડ્ઢય્ઁએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ હતું કે ગુજરાતમાં દલિતો સુરક્ષિત છે અને આજે જ ગાંધીનગર જિલ્લાનાં માણસા તાલુકાનાં પારસા ગામે દલિત સમાજનાં વરરાજાને ઘોડી પરથી ઉતારીને તેને અપમાનિત કરવામાં આવ્યો છે. નક્કી આ સરકારનું કોઇ ષડયંત્ર છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



