અમદાવાદ,તા.૨૪
ભાડજનું હરે કુષ્ણ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. ધર્મ અને આધ્યાત્મિકના નામે યુવાનોના માઈન્ડ વોશ કરી રહ્યાં હોવાનો વધુ એક પરિવારે આક્ષેપ કર્યો છે. મૂળ ઝારખંડના ગયા જિલ્લાના પ્રશાંત સિંઘના પરિવારે આક્ષેપ કર્યો છે કે તેમના દીકરાનું બ્રેન વાશ કરીને હરે કૃષ્ણ મંદિરના લોકોએ તેમને પરિવારથી દૂર કરી દીધા છે.
દીશાંત, ધર્મેશ, પ્રશાંતના પરિવારજનોની રજૂઆત કરી હતી. ત્રણેય પરિવારજનોએ અમદાવાદ ઝ્રઁની આ અંગે આજે અરજી આપીને રજૂઆત કરી હતી. જાકે અરજી આપતા સમયે પોલીસ કમિશનર કચેરીએ તેની માતા રડી પડ્યા હતાં. પોતાના સંતાનોને પરત મેળવવા પરિવારની અરજ જાઇ સમગ્ર દ્રશ્ય ભાવુક થઇ નજર આવ્યું હતું. આ સિવાય ત્રણે સંતાનોના પરિવારજનોએ ભાડજ મંદિરમાં બ્રેનવોશ થતુ હોવાના આરોપ લગાવ્યા હતાં.
આ મામલામાં પ્રશાંતની બહેન પ્રીતિએ ખુલાસો કર્યો હતો કે હરે કૃષ્ણ મંદિરના સંતોએ તેનું પણ બ્રેન વોશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે તેમના ચુંગલમાં ફસાઈ નહીં. પણ તેનો ભાઈ ફસાઈ ગયો. આ પરિવાર પોતાના એકના એક દીકરાને પરત મેળવવા આજીજી કરી રહ્યો છે. જ્યારે એક બહેને પોતાના ભાઈને પરત મેળવવા સોશિયલ મીડિયાની મદદ માંગી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





