દહેરાદૂન,તા.૨૪
ઉત્તરાખંડમાં સ્થિત NIT(નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી)ના ૯૦૦ વિદ્યાર્થીઓ એક સાથે પોતાનો અભ્યાસ છોડી ઘરભેગા થઇ ગયા છે. ૯૦૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ NITના કેમ્પસમાં પડતી અગવડતા સામે વ્યવસ્થાઓ અને સુરક્ષાને પૂરી પાડવાની માંગણી સાથે આ પગલું ભર્યુ હતું. વિદ્યાર્થીઓએ જાહેરાત કરી હતી કે જ્યાં સુધી કેમ્પસમાં વ્યવસ્થાઓને લગતી માંગણી પૂરી પાડવામાં નહી આવે ત્યા સુધી તેઓ પરત નહી ફરે.
વિદ્યાર્થીઓએ પોતાના NIT છોડવાના નિર્ણય પેહલા આ મામલે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને માનવ સંસાધન મંત્રી તથા ઉત્તરાખંડના રાજ્યપાલ અને મુખ્યમંત્રીને મેલ, ફેક્સ અને અન્ય વિકલ્પો દ્રારા જાણ કરી હતી. NITના સંચાલકે આ મામલે માહિતી આપતા જણાવ્યું કે માનવ સંસાધન વિભાગને સમગ્ર પ્રકરણની જાણ કરવામાં આવી છે.
NITના કેમ્પસનું નિર્માણ શરૂ કરવા અને ત્યાં સુધી કામચલાઉ સ્થળે NIT શિફ્ટ કરવાની માંગણીને લઇને સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ૧૯ દિવસથી અભ્યાસનો વિરોધ કરી રહ્યા હતા. મંગળવાર સવારે બધા જ વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં પોતાના રૂમને તાળુ મારીને ઘરે ચાલ્યા ગયા હતા. વિદ્યાર્થીગણનો આરોપ હતો કે પ્રશાસન તેમની માંગણીઓ પર ધ્યાન નથી આપી રહ્યું. જેથી તેઓ આ પ્રકારનું પગલું ભરવા માટે મજબૂર થયા હતા.
હાલમાં ઉત્તરાખંડ NIT બે અલગ-અલગ કેમ્પસમાં ચાલી રહી છે. તેના પ્રયોગશાળા અને તાલીમ ભવન જૂના દ્ગૈં્ કેમ્પસમાં ચાલે છે અને કલાસિસ ત્યાંથી બસો મીટર દૂર પોલીટેકનીક કોલેજના કેમ્પસમાં ચલાવવામાં આવી રહ્યા છે. હોસ્ટેલ રૂપે સંસ્થાએ અહીની હોટેલોને ભાડે રાખી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



