ગાંધીનગર,તા.૫
ગુજરાતમા રાજ્યસભાની બે સીટ માટેની પેટા ચૂંટણી માટે આજે સવારના નવ વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયુ છે જે સાંજના ચાર વાગ્યા સુધી ચાલશે. આ વખતે દરેક મતદારે આ બંને સીટ માટે અલગ અલગ વોટિંગ કરવુ પડશે. જેમા પસંદગીના ઉમેદવારનો નંબર ઉમેદવારના નામની આગળ એક નંબર લખવાનો રહેશે. આ માટે ચૂંટણી અધિકારી દ્વારા આપવામા આવેલી પેનનો ઉપયોગ કરવાનો રહેશે.
ભાજપના રાજયસભાના સભ્ય અમિત શાહની ખાલી પડેલી સીટના મતપત્રનો રંગ સફેદ રાખવામા આવ્યો છે,જ્યારે સ્મૃતિ ઈરાની પણ સાંસદ તરીકે ચૂટાતા તેમની ખાલી પડેલી સીટ માટે ગુલાબી રંગનો મતપત્ર રાખવામા આવ્યો છે. સાંજે ચાર વાગે મતદાન પુરુ થયા બાદ તરત મતગણતરી શરૂ કરવામા આવશે. જેમા ભાજપના પોલીગ એજન્ટ તરીકે પ્રદીપસિંહ જાડેજા હાજરી આપી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના પોલીગ એજન્ટ તરીકે અશ્વિન કોટવાલને રાખવામા આવ્યા છે. આ ચૂટણી માટે ભાજપ તરફથી વિદેશ મંત્રી એસ જયશંકર અને જુગલજી ઠાકોરને ઉમેદવાર તરીકે ઉભા રાખવામા આવ્યા છે જ્યારે કોં્ગ્રેસ તરફથી ચંદ્રિકા બહેન ચુડાસમા અને ગૌરવ પંડ્યાને ઉમેદવાર તરીકે ઉભા રાખવામા આવ્યા છે.
ગુજરાતમા રાજ્યસભાની ચૂટણી માટે જે ચાર ઉમેદવાર તરફથી સોંગદનામા રજૂ કરવામા આવ્યા છે તેના પરથી જાણવા મળે છે કે ભાજપના ઉમેદવાર એસ જયશંકર સૌથી વધુ શિક્ષિત અને ભાજપના બીજા ઉમેદવાર જુગલજી ઠાકોર સૌથી અમીર છે. તેમની કુલ સંપતિ ૧૦૧ કરોડથી વધુ છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા ચુડાસમાએ તેમની પાસે કુલ ૨.૫૬ કરોડની મિલકત હોવાનુ જાહેર કરતા આ ચારેય ઉમેદવારમા તેમની સંપતિ સૌથી ઓછી જાવા મળી રહી છે. જ્યારે ગોરવ પંડયાની કુલ સંપતિ ૧૯.૨૫ કરોડ છે. તેમા એક સવા લાખની રિવોલ્વર પણ સામેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






