ડીંડોલી હળપતિવાસમાં મજૂરને ચપ્પુ મારી દેવાયું

0
174

સુરત, તા.૫
નવાગામ-ડીંડોલી હળપતિવાસ ખાતે એક મજૂર પર ચાકુ વડે હુમલો કરી મારી નાંખવાનો પ્રયાસ કરી ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ ડીંડોલી પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નવાગામ ડીંડોલી હળપતિવાસ ખાતે સાગર ગોવિંદ રાઠોડ રહે છે. આ વિસ્તારમાં રહેતા સુનિલ કાંતિભાઈ રાઠોડ, ધમો ઉર્ફે ધર્મેશ રાઠોડ તથા વિક્કી મંગુભાઈ રાઠોડ સાગરને અન્ય વ્યક્તિ સાતે મિત્રતા નહીં રાખવા બાબતે જણાવ્યું હતું. તેમ છતાં તે મિત્રતા ચાલુ રાખતા જેની અદાવત રાખી ત્રણ ઈસમોએ સાગર પર ચાકુ વડે હુમલો કરી શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત મજુર યુવાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે મજુરની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY