
ભરુચ,તા.૧૬
આજે દેશભરમાં ૭૨મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આનંદના આ અવસર પર ભરૂચમાં એક દુઃખદ ઘટના બની છે. ભરૂચના શુક્લતીર્થ ગામમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન પંચાયતના મહિલા સંરપંચના પતિનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. જેના પગલે કાર્યક્રમમાં દોડધામ મચી હતી અને કાર્યક્રમને સ્થગિત કરી દેવાયો હતો.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ભરૂચ જીલ્લામાં આવેલા શુક્લતીર્થ ગામમાં પંચાયત દ્વારા સ્વાતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે ગામમાં મહિલા સરપંચ અને તેમના પતિ સહિત ગામના લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મહિલા સરપંચે ધ્વજ ફરકાવ્યો હતો. ત્યારબાદ તેમના પતિ આ અવસર પ્રસંગે વક્તવ્ય આપવા માટે ઊભા થયા હતા. તેઓ ભાષણ આપી રહ્યા હતા તે સમયે જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ મંચ ઉપર જ ઢળી પડ્યા હતા.
જેના પગલે કાર્યક્રમમાં દોડધામ મચી ગઈ હતી. સાથે સાથે તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. મહિલા સરપંચના પતિના મોતના પગલે કાર્યક્રમને સ્થગિત રાખવામાં આવ્યો હતો. સાથે સાથે ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




