ન્યારી ડેમમાં ન્હાવા પડેલા બે યુવાનોના ડૂબી જવાથી મોત

0
10

રાજકોટ,તા.૧૬
રાજકોટના ન્યારી ડેમમાં ૨ યુવાનો ડૂબવાની ઘટના સામે આવી છેય ન્યારી ડેમમાં નાહવા પડેલા આ બન્ને યુવાનોના મોત નીપજ્યા હતા. મૃતક બન્ને ભાઇઓ તેમના પરિવાર સાથે ફરવા ગયા હતા. જે દરમિયાન એક ભાઇને બચાવવા જતા બન્ને ભાઇના મોત નીપજ્યા હતા.
પ્રાપ્ત માહીતી મુજબ ઘણી વખત દરિયામાં નાહવા પડતા કેટલાક લોકોના મોત નીપજ્યાના બનાવ આવતા રહે છે. જ્યારે રાજકોટના ન્યારી ડેમમાં નાહવા પડેલા બે ભાઇઓના મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. આ બન્ને ભાઇઓ તેમના પરિવાર સાથે ફરવા ગયા હતા. જે દરમ્યાન પાણીમાં પગ લપસતા એક ભાઇને બચાવવા જતા બીજા ભાઇ પણ ડેમમાં ડૂબી ગયો હતો અને ઘટના સ્થળે જ બન્ને ભાઇઓના મોત નીપજ્યા હતા.
આ બંને મૃતક ભાઇઓ અંકિત પટડીયા અને રવિ પટડીયા લક્ષમીવાડીના રહેવાસીઓ છે. બન્ને ભાઇઓના એક સાથે મોત નીપજતા પરિવારમાં ગમગમીની છવાઇ ગઇ છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY