હિમાલયા મોલ પાસેના શ્રીજી ટાવરમાં આગ લાગતા અફડાતફડી મચી

0
13

અમદાવાદ,તા.૧૭
અમદાવાદના હિમાલયા મોલ પાસેના શ્રીજી ટાવરમાં વિકરાળ આગ લાગી છે. જેમાં ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યાં છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ૪ ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચીને રાહત કામમાં લાગી ગઇ હતી.
આજે બપોરના સુમારે શહેરમાં આવેલા હિમાલયા મોલની બાજુમાં શ્રીજી ટાવર આવેલું છે. અચાનક ટાવરના ધાબા પરથી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. ઘટનામાં આગ એટલી મોટી હતી કે સ્થાનિકોના ટોળે ટોળા જાવા ઉમટ્યા હતાં.
સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને કરતા ૪ ટીમો તરત જ આવી પહોંચી હતી. હાલ રાહત કાર્યમાં જાડાયેલા લોકોએ ટાવરમાં આવેલા તમામ ઘરોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાલી કરાયા છે.
ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા હતા. સ્થાનિકો પહેલાથી જ તેમના ફ્લેટની નીચે આવેલી ટાયરની દુકાનના વિરોધમાં હતાં.
ત્યારબાદ બિલ્ડીંગ માં શોર્ટ સર્કિટના કારણે એક ઓફિસમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY