ઓડિશામાં મતદાનની લાઇનમાં ઉભેલા વૃદ્ધનું મોત

0
307

કટક,તા.૧૮
લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં ૧૧ રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાન થયું હતું. ત્યાં જ ઓડિશામાં મતદાન કરવા માટે લાઇનમાં ઉભેલા એક વૃદ્ધનું નિધન થઇ ગયું હતું.
ઓડિશાના સાનાખેમુંડી વિધાનસભા મતક્ષેત્રના કન્સામરી બૂથ પર ૯૫ વર્ષના નતાબરા બેહેરા તેમના પરિવાર સાથે મત આપવા માટે ગયા હતા. લાઇન ખૂબ જ લાંબી હોવાથી તેઓ કેટલીક વાર સુધી બહાર ઉભા હતા, ત્યાં જ અચાનક તેઓ ઢળી પડ્યા હતા. તેમના પરિવારજનો તેમને તરત જ રીક્ષામાં ઘરે લઇ ગયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY