સિંહોના મોતની વધુ ચોકસાઈથી તપાસ કરવામાં આવશે : નીતિન પટેલ

0
7

ગાંધીનગર,તા.૧
ગુજરાત રાજ્યમાં ગીરના ૧૬ સિંહોના મૃત્યું થતા વન્યપ્રેમીઓ અને પર્યાવરણવાદીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો છતાં સિંહોના સંવર્ધન અને રક્ષણ માટે પુરતા રૂપિયા ફાળવવા કે વાપરવામાં આવતા નથી. ત્યારે ગીરના ૧૬ સિંહોના મૃત્યું કુદરતી કારણોસર થયા હોવાનું અનુમાન હોવાનું જણાવતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ છે કે, સિંહોના મૃત્યુ હાલ કુદરતી હોવાનું અનુમાન લગાવ્યું છે પરંતુ તેની વધુ ચોકસાઈથી તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ તેમણે પેટ્રોલીયમ અને ખાતરના ભાવ વધારા સંદર્ભે પણ કેટલીક માહિતી આપી હતી, તેમણે કહ્યુ કે, પેટ્રોલીયમ પેદાશોના ભાવવધારાના કારણે ખાતરના ભાવોમાં વધારો થયો છે.
ગુજરાત રાજ્યમાં અત્યારે ૧૬ સિંહોના અકાળે થયેલા મૃત્યુંએ સમગ્ર દેશમાં ભારે ચકચાર જગાવી છે. કોઈ એક જ રેન્જમાં આટલી મોટી સંખ્યામાં સિંહોના મૃત્યું થવાના કારણો પણ હજુ સ્પષ્ટ જણાઈ આવ્યા નથી. ત્યારે આજે ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ સિંહોના મૃત્યું અત્યારે કુદરતી કારણોથી થયા હોવાનું આનુમાન છે. આ સિંહોના મૃત્યું પછી કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીમો દ્વારા પીએમ સહીત સધન તપાસ કરી તેના વિશેરા પુનાની લેબમાં મોકલી આપવામાં આવ્યા છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, પેટ્રોલીયમ પેદાશોના ભાવ વધતા ખાતરના ભાવમાં વધારો થયો છે. કારણ કે, ખાતરની બનાવટમાં બહારથી આયાત કરેલી વસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવતી હોવાથી ખાતરના ભાવમાં વધારો થયો છે. જ્યારે રાજ્યમાં દ્વારકા સહિત અનેક વિસ્તારોમાં ખેડૂતોએ ખાતરના ભાવવધારા સાથે પાક ઉત્પાદન અને ખેડૂતોની આત્મહત્યા અંગે જીલ્લા-તાલુકા કક્ષાએ વહીવટ તંત્રને આવેદન પત્ર આપી રજૂઆતો કરવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY