૨૦૧૧માં યુવરાજની જે ભૂમિકા હતી તે આ વખતે હાર્દિક પંડ્યા નિભાવી શકે : મેકગ્રા

0
6

લંડન,તા.૧૦
ઓસ્ટ્રેલિયા અને દુનિયાના મહાન ગેંદબાજ ગ્લેન મેક્ગ્રાએ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ માટેની ફેવરિટ ટીમ ગણાવી છે. વિરાટ કોહલીની નેતૃત્વવાળી ભારતીય ટીમ આ વખતે વર્લ્ડ કપ માટેની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. અને મેક્ગ્રાએ પણ આ વાત કહી છે. એક ઈન્ટરવ્યુમાં મેકગ્રાએ કહ્યુ કે, આ વખતે વિશ્વ કપમાં હાર્દિક પંડ્યા ભારતીય ટીમ માટે એ ભૂમિકા નિભાવશે, જે વર્ષ ૨૦૧૧ના વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે નિભાવી હતી.
૨૦૧૧ના વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે બોલિંગ અને બેટિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કરતાં ભારતને બીજી વખત વિશ્વ કપ અપાવવા માટે મહત્વની ભૂમિકા નિભાવી હતી. યુવરાજ આ વિશ્વ કપમાં મેન ઓફ ધી સીરિઝ રહ્યો હતો. જ્યારે મેકગ્રાને ઈન્ટરવ્યુમાં પુછવામાં આવ્યું કે, આ વખતે ભારતીય ટીમને યુવરાજ સિંહની ખોટ સાલસે? તો મેક્ગ્રાએ કહ્યુ કે, હાર્દિક પંડ્યા તે ભૂમિકા નિભાવી શકે છે, જે ૨૦૧૧માં યુવરાજ સિંહે નિભાવી હતી. ટીમમાં દિનેશ કાર્તિક પણ સારો ફિનિશર છે. જસપ્રિત બુમરાહ વન-ડે ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ગેંદબાજ છે. તે અંતિમ ઓવરોમાં સારી ગેંદબાજી કરી શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY