ઝમ્પાના બચાવમાં આવ્યો ફિન્ચ, કહ્યુ : ‘તે પોતાના હાથ ગરમ કરી રહ્યો હતો’

0
4

લંડન,તા.૧૦
ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચે કહ્યુ કે, એડમ ઝમ્પા ભારત વિરુદ્ધ વિશ્વ કપ મેચ દરમિયાન હાથ ગરમ કરવા માટે ખિસ્સામાં નાથી કર્યો હતો અને આ રીતે તેણે સોશિયલ મીડિયાની અટકળોને નકારી દીધી કે આ લેગ સ્પિનર બોલ સાથે છેડછાડ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ઝમ્પાની કેટલિક તસ્વીરોમાં દેખાડવામાં આવ્યું કે, તે બોલિંગ કરતા પહેરા પોતાના ખિસ્સામાં હાથ નાખી રહ્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર બોલ ટેમ્પરિંગની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
સ્ટીવસ્મિથ અને ડેવિડ વોર્નર સાથે પાછલા વર્ષે થયેલો વિવાદનો પડછાયો હજુ પણ પણ ઓસ્ટ્રેલિયન ટીમ પડેલો છે અને તેવામાં ફિન્ચે ભારત સામે મળેલા ૩૬ રનના પરાજય બાદ સ્પષ્ટીકરણ આપવું પડ્યું હતું. ફિન્ચે પત્રકારોને કહ્યુ, મેં તસ્વીરો જાઈ નથી પરંતુ હું જાણું છું કે તે હાથ ગરમ કરવા માટે પોતાના ખિસ્સામાં નાખી રહ્યો હતો. તે પોતાની પાસે ‘હેન્ડ વાર્મર’ રાખે છે. હું ખરેખર આ તસ્વીરો જાઈ નથી તેથી હું તેના પર વધુ ટિપ્પણી ન કરી શકું. પરંતુ તે સત્ય છે કે દરેક મેચમાં તેની પાસે ‘હેન્ડ વાર્મર’ હોય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY