રણદીપ હૂડાની ‘મર્દ’ ૨૦૨૦માં રિલીઝ થશે

0
4

મુંબઈ,તા.૧૦
રણદીપ હૂડાએ એક નવી ફિલ્મ સાઈન કરી લીધી છે. આ નવી ફિલ્મનું નામ ‘મર્દ’ રાખવામાં આવ્યું છે જે અગાઉ અમિતાભ બચ્ચનની ૧૯૮૫ની ફિલ્મનું નામ પણ હતું. આ લવ સ્ટોરી ફિલ્મમાં રણદીપ હૂડા લીડ રોલમાં છે. ફિલ્મને ‘રિવોલ્વર રાની’ ફેમ ડિરેક્ટર સાઈ કબીર ડિરેક્ટ કરવાના છે. ફિલ્મને રાહુલ મિત્રા અને રાહુલ ચઢા પ્રોડ્યૂસ કરવાના છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે નવેમ્બર મહિનાથી શરૂ થશે અને ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.
‘મર્દ’ ફિલ્મ વિશે પ્રોડ્યૂસર રાહુલ મિત્રાએ જણાવ્યું કે, આ ફિલ્મમાં ભારતીય પુરુષના ૫૦ જેટલાં રૂપ બતાવવામાં આવશે. આ ફિલ્મ એક મેસેજ આપતી એન્ટરટેઈનિંગ ફિલ્મ છે. ફિલ્મમાં રણદીપ એક આશિકના રોલમાં જાવા મળશે. તે ડોમિનેટિંગ ભારતીય પુરુષ તરીકે ફિલ્મમાં દેખાશે. હાલ ફિલ્મની હિરોઈનની શોધ ચાલુ છે જે રણદીપ સાથે સારી જાડી બનાવે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY