મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહીત ચાર શકુની ઝડપી પાડી મોરબી એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ ગત રોજ મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં શેરી-૨ રામાપીરના મંદિર સામે જાહેરમાં જુગાર રમતા અયુબ ગુલામભાઈ કાશમાંણી રહે-કબીર ટેકરી શેરી-૨, વિજય ભગવાનજીભાઈ અગેચાણીયા રહે-કબીર ટેકરી શેરી-૩, યાસીનબહેન ઉર્ફે આરતીબહેન સંજયભાઈ અગેચાણીયા રહે-કબીર ટેકરી શેરી-૪, ભાવનાબહેન બાબુભાઈ અબાસણીયા રહે-વજેપર ૧૪ વાળાને રોકડ રકમ રૂ.૪૩૨૦ સાથે મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આભાર મોરબી ન્યૂઝ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







